Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં એર ઇન્ડિયા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ:વારાણસીથી ઉડાન ભરી હતી, કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાનું એલાર્મ વાગ્યું

    6 hours ago

    વારાણસીથી દિલ્હી જઈ રહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનનું ગુરુવારે સવારે લખનઉ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. સૂત્રો અનુસાર, વિમાનના કાર્ગોમાં ધુમાડાનું એલાર્મ વાગ્યું હતું. પાયલટે તરત જ લખનઉનો સંપર્ક કર્યો. એટીસી પાસેથી મંજુરી મળતા જ લેન્ડિંગ કરાવ્યું. વિમાન ઉતરતા જ રિસ્પોન્સ ટીમે મોરચો સંભાળ્યો. ફાયર બ્રિગેડ અને ટેકનિકલ નિષ્ણાતો પણ ઘટનાસ્થળે પહોંચ્યા. વિમાનની તપાસ કરવામાં આવી છે. વિમાન (IX 1253) એ વારાણસી એરપોર્ટ પરથી ગુરુવારે સવારે 8 વાગ્યે ઉડાન ભરી. થોડીવાર પછી જ કાર્ગોમાં સ્મોક ડિટેક્શનનું એલાર્મ વાગવા લાગ્યું. આ પછી પાયલટે સવારે 8:52 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું. સવારે 9:02 વાગ્યે 155 મુસાફરો અને ક્રૂને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા. તપાસ પછી વિમાનને એરપોર્ટના સ્ટેન્ડ પર પાર્ક કરવામાં આવ્યું. પ્રારંભિક તપાસ પછી જણાવવામાં આવ્યું કે વિમાનમાં ધુમાડાનો કોઈ સંકેત મળ્યો નથી. તો પછી એલાર્મ કેવી રીતે વાગ્યું? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમાચાત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    पाकिस्तान के F-16 को मार गिराने वाले अभिनंदन ने छोड़ी वायुसेना, जॉइन की ये प्राइवेट कंपनी
    Next Article
    ફોરેન કરન્સીમાં ટ્રેડિંગના નામે યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા:દવાના રો-મટિરિયલના વેપારના નામે બનાવટી સેમ્પલ મોકલી 1.12 કરોડ રૂપિયાની વેપારી સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment