Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ:સ્પેશ્યલ બાળકો સાથે કેક કાપી ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરી ઉજવણી કરાઈ

    1 day ago

    લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનવતા, સેવા અને સામાજિક સંવેદનાનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. શહેરની સ્પેશ્યલ અંકુર વિદ્યાર્થી સ્કૂલ ખાતે ખાસ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી ખુશીની ક્ષણો વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાળકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ બાળકોને ચોકલેટ, બિસ્કિટ અને અન્ય નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી અને ઉત્સાહનું દૃશ્ય સૌના હૃદયને સ્પર્શી ગયું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીજી હંમેશા સમાજના નબળા, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોના હક અને અધિકાર માટે સંઘર્ષ કરતા આવ્યા છે. તેમના જન્મદિવસે માત્ર ઔપચારિક ઉજવણી નહીં, પરંતુ સમાજના વિશેષ બાળકો સાથે પ્રેમ, સ્નેહ અને લાગણીની પળો વહેંચી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સ્કૂલના સંચાલકો, શિક્ષકો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જન્મદિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ સમાજના અંતિમ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભૂગર્ભ ગટર મુદ્દે રાજકારણ ગરમાયું:કોંગ્રેસના વિરોધ સામે પાલિકાનો વળતો પ્રહાર; ચીફ ઓફિસરે રાજકીય દખલનો આક્ષેપ કર્યો
    Next Article
    દાહોદમાં સિકલસેલ દિવસે મેગા મેડિકલ કેમ્પ:3,519 દર્દી તપાસાયા, 38 બાળકોમાં સિકલસેલ લક્ષણો મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment