Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભૂગર્ભ ગટર મુદ્દે રાજકારણ ગરમાયું:કોંગ્રેસના વિરોધ સામે પાલિકાનો વળતો પ્રહાર; ચીફ ઓફિસરે રાજકીય દખલનો આક્ષેપ કર્યો

    1 day ago

    પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ અને નગરપાલિકા તંત્ર સામસામે આવી ગયા છે. કોંગ્રેસે પાલિકા કચેરી ખાતે ઘંટ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે રાજકીય દખલગીરીને કારણે કામગીરી અટકી હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે ખાન સરોવર પાસેની મુખ્ય ભૂગર્ભ ગટરની રાઈઝિંગ પાઈપલાઈનમાં છેલ્લા 12 મહિનાથી પંચર છે, જેના કારણે વહોસા, માતરવાડી, રેલવે અને રોટલીયા હનુમાન પાસેના ચારેય પંપીંગ સ્ટેશનની મુખ્ય રાઈઝિંગ લાઈન સંપૂર્ણ ચોકઅપ થઈ ગઈ છે. આ બ્લોકેજના કારણે વોર્ડ નંબર 4, 5, 6 અને 11ના નીચાણવાળા વિસ્તારોમાં ગટરના પાણી નદીઓની જેમ ઉભરાઈ રહ્યા છે. એક ખેડૂતના ખેતરની કુંડી ફાટી જતાં ખેતરોમાં પણ ગંદા પાણી ભરાયા છે. રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોએ પાલિકાના સત્તાધીશોને જગાડવા કચેરીમાં ઘંટ અને બેલ વગાડી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો એક મહિનામાં ઉકેલ નહીં આવે અને નવી લાઈન નહીં નખાય તો જનતાને સાથે રાખી પાલિકામાં જ ગંદકી ઠાલવી આંદોલન કરાશે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બહુચર પમ્પિંગ સ્ટેશનમાં ગટર ધસી જવાથી અને એક 20 ફૂટ ઊંડી કુંડી તૂટી જવાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે. નગરપાલિકાએ ત્રણ દિવસ પહેલા જ પાઇપ ઉતારીને રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી. જોકે, ચીફ ઓફિસરના મતે, અમુક રાજકીય વ્યક્તિઓએ સિંચાઈ વિભાગ પાસે જઈને પરવાનગી મુદ્દે વાંધો ઉઠાવી કામગીરી બંધ કરાવી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો કે એક તરફ રાજકીય માણસો કામ કરવા દેતા નથી અને બીજી તરફ ગટર ઉભરાવવાની ફરિયાદો કરે છે. હાલ આ સમસ્યાના સત્વરે નિકાલ માટે GUDC ને બોલાવવામાં આવી છે. વિવિધ કચેરીઓ સાથે યુદ્ધના ધોરણે પરામર્શ કરી નિરાકરણ લાવવા માટે કામગીરી ગતિમાં છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં NCC કેડેટ્સને સાયબર યુદ્ધ માટે તૈયાર કરાશે:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 12 દિવસીય ‘સાયબર ડિફેન્ડર કોર્સ’નો પ્રારંભ, 160થી વધુ કેડેટ્સને એથિકલ હેકિંગ સહિતની તાલીમ અપાશે
    Next Article
    શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ:સ્પેશ્યલ બાળકો સાથે કેક કાપી ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરી ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment