Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં સિકલસેલ દિવસે મેગા મેડિકલ કેમ્પ:3,519 દર્દી તપાસાયા, 38 બાળકોમાં સિકલસેલ લક્ષણો મળ્યા

    1 day ago

    દાહોદ જિલ્લામાં વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 3,519 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 14 શાળાઓમાં સ્ક્રીનિંગ કરતાં 38 બાળકોમાં સિકલસેલના લક્ષણો મળી આવ્યા હતા, જેમને સારવાર માટે નોંધણી કરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત અને જિલ્લા નોડલ અધિકારી નયન જોષીના માર્ગદર્શન હેઠળ આ સઘન આરોગ્યલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રોગનું વહેલું નિદાન કરવું, લોકોમાં જાગૃતિ ફેલાવવી અને તેના નિયંત્રણ માટે પ્રયાસ કરવાનો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ મેડિકલ કેમ્પ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 3,519 સિકલસેલ ડીસીઝ ધરાવતા દર્દીઓની આરોગ્ય તપાસ કરાઈ હતી. વધુમાં, 362 સગર્ભા માતાઓની મેડિકલ તપાસ કરીને બ્લડ ગ્રુપ નિર્ધારણ, હિમોગ્લોબિન ચકાસણી અને જરૂરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લાભરમાં રેલીઓ, વિડિયો પ્રદર્શન અને માર્ગદર્શન સત્રો દ્વારા રોગના લક્ષણો, તકેદારી અને ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ વિશે માહિતી અપાઈ હતી. શિક્ષણ સંસ્થાઓમાં પણ આ અભિયાન હેઠળ વિશેષ કામગીરી થઈ હતી. જિલ્લાની 14 આદિજાતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓનું સિકલસેલ સ્ક્રીનિંગ કરાયું હતું. તેમાંથી 38 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની વધુ તપાસ અને અનુસરણ માટે નોંધણી કરવામાં આવી છે. 0 થી 40 વર્ષની વયના 1,346 લાભાર્થીઓનું પણ સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાં 91 પોઝિટિવ, 12 વાહક અને 5 સિકલસેલ ડીસીઝના કેસ નોંધાયા હતા. આ તમામ લાભાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પરામર્શ અને અનુગામી સારવાર માટે પ્રોટોકોલ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દાહોદ આરોગ્ય વિભાગ સિકલસેલ મુક્ત સમાજ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેનો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો અને ગંભીર જટિલતાઓને રોકવાનો છે.
    Click here to Read More
    Previous Article
    શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ:સ્પેશ્યલ બાળકો સાથે કેક કાપી ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરી ઉજવણી કરાઈ
    Next Article
    ગીતામંદિર પાસે દુકાનમાં ગેસ લીકેજ બાદ લાગેલી આગ કાબૂમાં:બ્લાસ્ટનો લાઈવ વીડિયો સામે આવ્યો, બે લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment