Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીતામંદિર પાસે દુકાનમાં ગેસ લીકેજ બાદ લાગેલી આગ કાબૂમાં:બ્લાસ્ટનો લાઈવ વીડિયો સામે આવ્યો, બે લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

    1 day ago

    અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે એક દુકાનમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો હતો. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. ગેસની એજન્સી હોવાથી 60થી 70 બાટલા હતા મળતી માહિતી મુજબ શહેરના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી એક ગેસની એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો લીકેજ થયો હોવાના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ત્રણથી વધારે ગાડીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લઈ લીધી છે. ગેસની એજન્સી હોવાના કારણે કોમર્શિયલ અને રહેણાંક એમ બંને ઉપયોગના 60થી 70 જેટલા બાટલા હોવાનું સામે આવ્યું છે. જે તમામ બાટલાઓ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને તેના પર પાણી છાંટવામાં આવ્યું છે. આગ વિકરાળ હોવાથી રોડ બંધ કરાયો હતો આસ્ટોડિયા દરવાજાથી ગીતામંદિર બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ ઉપર આવેલી ગેસ એજન્સીમાં આગ લાગતા આસ્ટોડીયા તરફથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આગ એટલી વિકરાળ સ્વરૂપે લાગી હતી કે લોકો રોડ ઉપરથી દૂર થઈ ગયા હતા. ગેસના બાટલા ફાટ્યા હોવાના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે રોડ બંધ કરાવીને બાટલા બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ હાલમાં ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા છે. ગેસ એજન્સી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓ રાખવામાં આવેલા હતા અને તેમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ એજન્સીના આકાશ ભાવસાર સહિતના બે લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં સિકલસેલ દિવસે મેગા મેડિકલ કેમ્પ:3,519 દર્દી તપાસાયા, 38 બાળકોમાં સિકલસેલ લક્ષણો મળ્યા
    Next Article
    Rajkot Fast Food Shop Rain Live | રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસીય ઝુંબેશ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment