Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ધારાસભ્યએ કેન્સરના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી:સંકલન સમિતિ બેઠકમાં ફૂડ સેફ્ટી અધિકારીઓને કડક સૂચના આપી

    9 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ 19 જૂન, 2026ના રોજ બોટાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે લોકોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાસ કરીને, બોટાદ જિલ્લામાં કેન્સરના વધતા જતા કેસોને લઈને ધારાસભ્યએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફૂડ સેફ્ટી અધિકારીઓને આ મામલે કડક કાર્યવાહી કરવા અને તપાસ હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, બેઠકમાં પીવાના પાણીને ગામો સુધી ઝડપથી પહોંચાડવા, લાઈટ ડિમ થવાની સમસ્યાનો ઉકેલ લાવવા, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ, રિક્ષા માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા, બસ સ્ટેન્ડ પર મુસાફરોની સુરક્ષા અને શાળાઓના કામકાજ જેવા અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય મકવાણાએ બોટાદ જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા અધિકારીઓને આ મુદ્દે ગંભીરતાથી કામ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અશાંતધારાની મુદત લંબાવવા કલેકટરની દરખાસ્ત:રાજકોટનાં ભક્તિનગરની 30 સોસાયટીમાં મિલકતોની લે-વેંચ કરતા પહેલા ફરજીયાત મંજૂરી યથાવત રહેશે, 27 જૂને પુરી થતી મુદ્દત 5 વર્ષ લંબાય તેવી શક્યતા
    Next Article
    ગીતામંદિર પાસે દુકાનમાં ગેસ લીકેજથી લાગેલી આગ કાબૂમાં:ગેસની એજન્સી હોવાથી 60થી 70 બાટલા હતા, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment