Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાની મુદત લંબાવવા કલેકટરની દરખાસ્ત:રાજકોટનાં ભક્તિનગરની 30 સોસાયટીમાં મિલકતોની લે-વેંચ કરતા પહેલા ફરજીયાત મંજૂરી યથાવત રહેશે, 27 જૂને પુરી થતી મુદ્દત 5 વર્ષ લંબાય તેવી શક્યતા

    11 hours ago

    રાજકોટ શહેરનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી લાગુ કરવામાં આવેલા અશાંતધારાની પાંચ વર્ષની મુદત આગામી તા. 27 જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર ઓમપ્રકાશ દ્વારા તાત્કાલિક અસરથી આ તમામ 30 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારાની મુદત આગામી 5 વર્ષ માટે લંબાવવા રાજ્ય સરકારના મહેસુલ અને ગૃહ વિભાગને સત્તાવાર દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળતા જ ભક્તિનગરના આ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોના ખરીદ-વેચાણ માટે કલેકટર તંત્રની પૂર્વ મંજૂરી લેવાની પ્રક્રિયા સતત યથાવત રહેશે, જેથી નાગરિકોએ પોતાની મિલકતના વ્યવહારોમાં કાયદાકીય જોગવાઈઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. સરકાર દ્વારા જે વિસ્તારોમાં અશાંતધારો લંબાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતી નિલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ગોવિંદનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તાર સોસાયટી, વિવેકાનંદ, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી, પુનિત સોસાયટી, પટેલનગર, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, તક્ષશીલા સોસાયટી, યાદવનગર, સીયાણી સોસાયટી, ભોજલરામ, મારૂતીનગર, સીતારામ સોસાયટી, રાધા-ક્રિષ્નાનગર, હુડકો અને દિપ્તીનગરનો સમાવેશ થાય છે. આ સોસાયટીઓની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ તા. 27 જૂન 2022ના અહીં વિધિવત રીતે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ આ વિસ્તારોમાં સામાજિક સમરસતા જાળવી રાખવા અને મિલકતના વ્યવહારો પર વહીવટી દેખરેખ રાખવાનો છે. નાગરિકો માટે આ અશાંતધારાની અસરો અંગે વાત કરીએ તો, જે વિસ્તારોમાં આ કાયદો અમલમાં હોય, ત્યાં મકાન, દુકાન કે અન્ય કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ કરવું હોય તો કલેકટર કચેરી પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરીને જો કોઈ મિલકતનું વેચાણ કરાશે, તો તેવા સોદા ગેરકાયદેસર ઠરશે તેમજ તેની સત્તાવાર નોંધણી થઈ શકશે નહીં. આથી ભક્તિનગર વિસ્તારના રહીશોએ મિલકત લે-વેચના વ્યવહાર કરતા પહેલા કલેકટર કચેરીના આ જાહેરનામાના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું પડશે. તંત્ર દ્વારા મંજૂરી આપવાની પ્રક્રિયા દરમિયાન મિલકતના વેચનાર અને ખરીદનાર બંને પક્ષોની તપાસ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ન થાય. બીજી તરફ, રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવા અંગે ધારાસભ્યો દર્શીતા શાહ, રમેશ ટીલાળા અને ઉદય કાનગડ દ્વારા ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલમાં નવા વિસ્તારો ઉમેરવાને બદલે માત્ર વર્તમાન વિસ્તારોમાં જ અશાંતધારાની મુદત લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં ન્યુ રાજકોટની કેટલીક સોસાયટીઓમાં પણ મુદત પૂર્ણ થતા સરકારે જ તેને 5 વર્ષ માટે લંબાવી હતી, જે દર્શાવે છે કે હવે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. ભક્તિનગરની આ 30 સોસાયટીઓમાં હવે પાંચ વર્ષ માટે મુદત લંબાવવાની દરખાસ્ત મોકલાઈ હોવાથી સ્થાનિક રહીશોએ આગામી દિવસોમાં સરકારી જાહેરનામાના અમલીકરણ અંગે સતર્ક રહેવું પડશે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. જે લોકો મિલકત લે-વેચની પ્રક્રિયામાં છે, તેમણે અત્યારથી જ જરૂરી કાગળો અને કલેકટર કચેરીની મંજૂરી માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કારણ કે સરકાર તરફથી મુદ્દત વધારવામાં આવશે તો આગામી 5 વર્ષ માટે મંજૂરી ફરજીયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ:સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, ગરીબોને મોટા અન્યાયનો આક્ષેપ
    Next Article
    બોટાદ ધારાસભ્યએ કેન્સરના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી:સંકલન સમિતિ બેઠકમાં ફૂડ સેફ્ટી અધિકારીઓને કડક સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment