Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ:સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, ગરીબોને મોટા અન્યાયનો આક્ષેપ

    12 hours ago

    ગોધરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ નોંધાયો છે. તાલુકાના સરપંચોએ આ મામલે રોષ વ્યક્ત કરીને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી છે. સરપંચો દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા સર્વે મુજબ આવાસોની પૂરેપૂરી ફાળવણી કરવામાં આવી નથી. હાલમાં ગ્રામ પંચાયતોમાં પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં સર્વે થયેલ વાસ્તવિક સંખ્યા સામે માત્ર 10થી 20 ટકા આવાસોની જ યાદી જાહેર કરાઈ છે. સરપંચોનો આક્ષેપ છે કે આ યાદી ખોટી રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેના કારણે ગોધરા તાલુકાના તમામ ગામોના સરપંચો તેમજ ગરીબ લાભાર્થીઓ સાથે મોટો અન્યાય થયો છે. આ મામલે તમામ સરપંચોએ ભેગા મળીને તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરી છે કે અગાઉ જે રીતે સર્વે કરવામાં આવ્યો હતો, તે મૂળ સર્વે મુજબ જ પ્રધાનમંત્રી આવાસની પૂરેપૂરી ફાળવણી કરવામાં આવે. આનાથી ખરા અર્થમાં જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકશે અને લાભાર્થીઓ તથા સરપંચો વચ્ચે ઘર્ષણ કે નારાજગીની પરિસ્થિતિ ટાળી શકાશે. આ અંગે ગોધરાના તાલુકા વિકાસ અધિકારી એન.એ. ચાવડાએ જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાના 7 ગામોમાંથી આ પ્રકારની ફરિયાદો મળી છે. સરપંચોની રજૂઆત ધ્યાને લઈને તેના નિવારણ માટે ચોક્કસ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગડોઈ કેમ્પમાં 4 લોકોમાં સિકલ સેલના લક્ષણો મળ્યા:21ની તપાસ કરાઈ, વધુ સારવાર માટે HPLC ટેસ્ટ થશે
    Next Article
    અશાંતધારાની મુદત લંબાવવા કલેકટરની દરખાસ્ત:રાજકોટનાં ભક્તિનગરની 30 સોસાયટીમાં મિલકતોની લે-વેંચ કરતા પહેલા ફરજીયાત મંજૂરી યથાવત રહેશે, 27 જૂને પુરી થતી મુદ્દત 5 વર્ષ લંબાય તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment