Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગડોઈ કેમ્પમાં 4 લોકોમાં સિકલ સેલના લક્ષણો મળ્યા:21ની તપાસ કરાઈ, વધુ સારવાર માટે HPLC ટેસ્ટ થશે

    14 hours ago

    ગડોઈ સબ સેન્ટર ખાતે 19 જૂન, 2026ના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે એક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 21 લોકોની સિકલ સેલ માટે તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 4 વ્યક્તિઓમાં સિકલ સેલના લક્ષણો મળી આવ્યા હતા. બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા સંચારી રોગ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ગંભીર રોગો સામે સાવચેતી રાખવા પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મેડિકલ ઓફિસર પન્નાબેન ડામોરે સિકલ સેલ ઉપરાંત ટીબી, લેપ્રસી, મેલેરિયા અને HIV/AIDS જેવા રોગો વિશે માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY), ABHA કાર્ડ અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામજનોને સમયસર આરોગ્ય સુવિધાઓનો ઉપયોગ કરવા અને નિયમિત તપાસ કરાવવા અપીલ કરાઈ હતી. તપાસ અભિયાનમાં 21 વ્યક્તિઓના સિકલ સેલ ટેસ્ટ કરાયા હતા, જેમાં 4ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ વ્યક્તિઓ સિકલ સેલ ટ્રેઇટ ધરાવે છે કે ડિસીઝથી પીડિત છે તે સ્પષ્ટ કરવા માટે હવે તેમનો HPLC ટેસ્ટ કરવામાં આવશે. સિકલ સેલ ઉપરાંત, કેમ્પમાં સગર્ભા માતાઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ વિશેષ આરોગ્ય તપાસ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર પન્નાબેન ડામોર, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મનીષાબેન અને તૃપ્તિબેન (ફીમેલ હેલ્થ સુપરવાઇઝર), રણજીતભાઈ (MPHS), ગડોઈ સબ સેન્ટરના FHW અને CHO, તથા આશા વર્કરોએ સક્રિય યોગદાન આપ્યું હતું. આ પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં રોગોના વહેલા નિદાન અને સારવાર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    India News LIVE June 19 | Court summons Allu Arjun over theatre incident, Student in custody to appear for NEET— Breaking News Today
    Next Article
    ગોધરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ:સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, ગરીબોને મોટા અન્યાયનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment