Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીતામંદિર પાસે દુકાનમાં ગેસ લીકેજથી લાગેલી આગ કાબૂમાં:ગેસની એજન્સી હોવાથી 60થી 70 બાટલા હતા, કોઈ જાનહાનિ નહીં

    8 hours ago

    અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે એક દુકાનમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. ગેસની એજન્સી હોવાથી 60થી 70 બાટલા હતા મળતી માહિતી મુજબ શહેરના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી એક ગેસની એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો લીકેજ થયો હોવાના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ત્રણથી વધારે ગાડીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લઈ લીધી છે. ગેસની એજન્સી હોવાના કારણે કોમર્શિયલ અને રહેણાંક એમ બંને ઉપયોગના 60થી 70 જેટલા બાટલા હોવાનું સામે આવ્યું છે. જે તમામ બાટલાઓ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને તેના પર પાણી છાંટવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ધારાસભ્યએ કેન્સરના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી:સંકલન સમિતિ બેઠકમાં ફૂડ સેફ્ટી અધિકારીઓને કડક સૂચના આપી
    Next Article
    डील होते ही रोड़े अटकाने लगे नेतन्याहू, ट्रम्प का धीरज जवाब देने लगा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment