Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાકૃતિક કૃષિ સંવાદ અને જન કલ્યાણ શિબિર યોજાયા.:​જૂનાગઢમાં યોજાયો કૃષિ સંવાદ અને જન કલ્યાણ મહોત્સવ: મંત્રી કૌશિક વેકરીયાએ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો.

    2 days ago

    ​જૂનાગઢ ખાતે કેન્દ્ર સરકારના વિવિધ વર્ષોના શાસનની ઉજવણીના ભાગરૂપે બે મોટા જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા રાજ્યમંત્રી અને જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ પ્રદર્શન યોજાયું હતું. આ ઉપરાંત જોષીપરા સ્થિત કયાડા વાડી ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ પણ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ​ કૌશિક વેકરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે, જેનો સીધો આર્થિક ફાયદો ખેડૂતોને મળશે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગના કારણે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે, આવી પરિસ્થિતિમાં ઝેરમુક્ત અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ છે. રાજ્ય સરકાર ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ અને વ્યવસ્થા પૂરી પાડવા માટે કાર્ય કરી રહી છે. ​સમગ્ર રાજ્યમાં જિલ્લા વાઈઝ થઈ રહેલા આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો માટે સવારથી સાંજ સુધીની વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલને ધ્યાને રાખીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તંત્રના પ્રયાસોથી જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ખેડૂતો આ મુહિમ સાથે જોડાઈ ચૂક્યા છે. મંત્રી કૌશિક વેકરીયાએ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શનમાં રાખવામાં આવેલી ગાય આધારિત ખેતીની વિવિધ પદ્ધતિઓ, જીવામૃત, ઘનજીવામૃત અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને ખેતીમાં આવતા પડકારો અને તેના ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ​બીજા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જોષીપરા ખાતે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરના માધ્યમથી નાગરિકોના જુદા જુદા પ્રશ્નોનું એક જ સ્થળેથી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર છેવાડાના માનવી સુધી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોને પાકા ઘર મળ્યા છે, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થાય છે અને આયુષ્માન કાર્ડ ગંભીર બીમારીઓ વખતે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ટ્રેક્ટર ટ્રેલર સહાય, શાકભાજી પ્રોત્સાહન યોજના તેમજ આવાસ અને પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયના હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ​આ સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે આપણા પૂર્વજોની પરંપરાગત ગાય આધારિત ખેતી તરફ પાછા વળવું હવે અનિવાર્ય બન્યું છે. ભૂતકાળમાં યોજનાઓ માત્ર કાગળ પર સીમિત રહેતી હતી, પરંતુ વર્તમાનમાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે, જેના ભાગરૂપે જ આ જન કલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે. આ સાથે ધારાસભ્ય સંજય કોરડિયાએ ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં સામાન્ય નાગરિકોને નાના દાખલા કે કુપન માટે સરકારી કચેરીઓના અસંખ્ય ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે વહીવટી તંત્ર સામે ચાલીને પ્રજાના દ્વારે આવ્યું છે અને સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યું છે, જે પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. આ બેઠક અને કાર્યક્રમોમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ તેમજ મેયર ધર્મેશ પોશિયા સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક પર ફેક આઇડી, હોટેલ બુકિંગ અને પત્નીની અદલા બદલી:સુરતની મહિલાએ કપલ સ્વેપિંગનો ભાંડો ફોડ્યો, કહ્યું- મધ્યમ વર્ગને એક રાતના હજારો રૂપિયાની ઓફર
    Next Article
    લામડાપુર ગામે ધિંગાણું-તોડફોડના આરોપીને ભાજપમાં મહત્વનું પદ:કલ્પેશ દલસાનિયાને કિસાન મોરચાના ઉપપ્રમુખ બનાવ્યો, મંજુસર પોલીસે ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment