Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લામડાપુર ગામે ધિંગાણું-તોડફોડના આરોપીને ભાજપમાં મહત્વનું પદ:કલ્પેશ દલસાનિયાને કિસાન મોરચાના ઉપપ્રમુખ બનાવ્યો, મંજુસર પોલીસે ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો

    2 days ago

    સાવલી તાલુકાના લામડાપુરા ગામે ધિંગાણું અને વાહનોની તોડફોડ કરવાના ગુનામાં મંજુસર પોલીસે કલ્પેશ વિનોદભાઈ દલસાનિયાની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડના માત્ર ચાર દિવસ બાદ જ તાલુકા ભાજપ દ્વારા તેને કિસાન મોરચાના ઉપપ્રમુખ પદે નિમણૂક આપવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જાહેર કરાયેલી ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની સત્તાવાર યાદીમાં આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કલ્પેશ દલસાનિયાનું નામ સામે આવતા સંગઠનની નીતિ અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આરોપીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ મંજુસર પોલીસ મથકે નોંધાયેલા લામડાપુરા ગામના તોડફોડના ગુનામાં પોલીસે કડક કાર્યવાહી કરીને કલ્પેશ દલસાનિયા સહિતના આરોપીઓને દબોચી લીધા હતા. કાળા ટી-શર્ટમાં સજ્જ કલ્પેશને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે હાથમાં હથકડી પહેરાવીને ઘટનાસ્થળે વરઘોડો પણ કાઢ્યો હતો. કલ્પેશ દલસાનિયા ભૂતકાળમાં પણ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાના કારણે ચર્ચામાં રહ્યો છે. ભાજપ પાસે સ્વચ્છ છબીવાળા કાર્યકર્તાઓની અછત? આ નિમણૂકને લઈને સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિને પાર્ટીમાં હોદ્દો આપવા પાછળ ભાજપ સંગઠનની શું મજબૂરી હશે? જિલ્લા ભાજપ પાસે સ્વચ્છ છબીવાળા કાર્યકર્તાઓની અછત છે કે કેમ તે અંગે પણ સવાલ ઊભા થયા છે. શું હતો સમગ્ર મામલો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં સરપંચના પુત્ર દ્વારા બહારના શખ્સોને બોલાવી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ શખ્સો તલવાર, ધારીયા, ફરસી અને પિસ્તોલ જેવા હથિયારો સાથે ખુલ્લેઆમ ધમકીઓ આપતા અને વાહનોમાં તોડફોડ કરતા દેખાતા હોવાથી સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ પરમાર સહિત 10 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ગુંડા તત્વોને ઝડપી પાડી તેમને કાયદાના પાઠ ભણાવ્યો હતો. આ ધમાલ મચાવનાર આરોપીઓમાં ભાજપે જાહેર કરેલા કિસાન મોરચાના ઉપપ્રમુખ કલ્પેશ વિનોદભાઈ દલસાનિયા પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાકૃતિક કૃષિ સંવાદ અને જન કલ્યાણ શિબિર યોજાયા.:​જૂનાગઢમાં યોજાયો કૃષિ સંવાદ અને જન કલ્યાણ મહોત્સવ: મંત્રી કૌશિક વેકરીયાએ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો.
    Next Article
    ભોજાબેડી પાસે મેટાડોર પલટી, 6થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત:જામજોધપુર તાલુકામાં અકસ્માત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment