Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર ફેક આઇડી, હોટેલ બુકિંગ અને પત્નીની અદલા બદલી:સુરતની મહિલાએ કપલ સ્વેપિંગનો ભાંડો ફોડ્યો, કહ્યું- મધ્યમ વર્ગને એક રાતના હજારો રૂપિયાની ઓફર

    2 days ago

    લગ્નના 3 જ મહિના થયા હતા અને મારા પતિએ મને કહ્યું કે જો ફેસબુકમાં એક એકાઉન્ટ છે જેમાં કપલ સ્વેપિંગ થાય છે. મારા પતિએ આ બતાવ્યું. એટલું જ નહીં મને કહે કે આપણે પણ આવું કરવાનું છે. આર્થિક પરિસ્થિતિ સુધરી જશે, એન્જોય થશે અને નવા નવા લોકોને મળવાનું પણ થશે. આ શબ્દો છે કપલ સ્વેપિંગનો શિકાર બનતા અટકેલી મહિલાના. છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં કપલ સ્વેપિંગનો મુદ્દો બહુ ગાજ્યો છે. એક મહિલાનો વીડિયો પણ વાયરલ થયો છે. જે પોતાની સાથે શું થયું તેની વાત કરે છે. સોશિયલ મીડિયા પર ભલે તેની ઓળખ છતી થઇ ગઇ હોય પણ એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે દિવ્ય ભાસ્કરે નિર્ણય કર્યો છે કે એ મહિલાની ઓળખ છતી નહીં કરીએ. દિવ્ય ભાસ્કરે એ મહિલા સીમા (બદલેલું નામ) સાથે વાત કરી છે. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સીમાએ કપલ સ્વેપિંગનો ખેલ કેવી રીતે ચાલુ થાય છે તેનાથી વાતની શરૂઆત કરી. તેણે કહ્યું કે, સૌથી પહેલા ફેસબુકમાં એકાઉન્ટ બને છે. એકાઉન્ટને સાવ અલગ નામ આપવામાં આવે છે. જે ફેક હોય છે. તે એકાઉન્ટમાં કપલના અમુક પ્રકારના ફોટો સેટ કરવામાં આવે છે. એકાઉન્ટ બની ગયા પછી તેમાં કપલ જોડાતા જાય છે. સામાન્ય મિટિંગથી શરૂ થઇ હોટલના રૂમ સુધીનો સિલસિલો 'ફેસબુકમાં કપલ ફોટો માંગવામાં આવે છે અથવા વીડિયો કોલ કરીને એક બીજાને જોઇ લેતા હોય છે. અમુક કપલ પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હોય છે. શરૂઆતમાં ફેસબુકના માધ્યમથી જ નોર્મલ વાત કરવામાં આવે છે. એ લોકો પહેલા સામાન્ય ચા-પાણી પીવાની મિટિંગ ગોઠવે અને એક બીજા સાથે મુલાકાત કરે પછી ક્યાંય પણ સ્થળ શોધે અને ફરવા જવાનું નક્કી કરે પછી હોટલમાં રૂમ રાખીને રોકાય. કપલ હોય એટલે હોટેલના રૂમ બુક કરવામાં કોઇ વાંધો આવતો નથી.' જેની પત્ની ગમે તેની સાથે જવાનું નક્કી કરે 'કપલ્સ એકઠા થઇ ફિઝિકલ રિલેશનની વાતો કરતા હોય છે. જેને જેના પત્ની ગમે એ એક બીજા સાથે નક્કી કરતા હોય છે. જે રૂમ બુક થયા હોય એમાં જતા રહે છે. મહિને 2-3 વખત આવી ટૂર નક્કી થતી હોય છે. આમાં પૈસાદાર લોકો અને મધ્યમ વર્ગના લોકો હોય છે. મધ્યમ વર્ગને એક નાઇટ માટે 20 હજાર સુધીની ઓફર પણ કરાય છે. પહેલા 4-5 કપલ હોય. ધીમે ધીમે 15 જેટલા કપલ થાય. હવે 400થી વધુ કપલ થઇ ગયા.' લગ્નના 3 મહિનામાં જ પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું સીમાના લગ્ન 2022માં સુરતમાં થયા હતા. લગ્નના ત્રણેક મહિના બાદ તેના પતિએ તેને કપલ સ્વેપિંગ માટે કહ્યું હોવાનો આરોપ સીમાએ લગાવ્યો છે. તેણે કહ્યું આ બધું જોઇ સંભાળીને હું ગભરાઇ ગઇ. પતિ આવી પ્રપોઝલ લઇને આવ્યો. કપલ સ્વેપિંગમાં મારા પતિ મને ઇન્વોલ્વ કરવા માગતા હતા પણ હું ન માની. મેં પ્રતિકાર કર્યો. સીમાએ પોતાની પાસે પુરાવા હોવાનો પણ દાવો કર્યો. તેણે કહ્યું મારી પાસે ચેટના પુરાવા છે. બીજા પણ પુરાવા છે. જે સમય આવ્યે રજૂ કરીશ. મૂળ વિચાર મારા પતિ અને જેઠ-જેઠાણીનો છે. તેમનું એવું કહેવું છે કે કોઇ પતિ એકસ્ટ્રા મેરિટલ અફેર કરે અને પત્નીને ખબર પડે તો લગ્ન જીવન તૂટવાનો ભય રહે છે. એના કરતાં પત્નીને જ સામેલ કરી લો, એની મરજી હોય તો વાત બહાર પણ ન જાય. સીમા આગળ કહે છે કે, મોટાભાગે આમાં એકબીજાની મરજી જ હોય છે. પેઇડ કપલ પણ હોય છે જે રૂપિયા માટે આવું કરતા હોય છે તો અમુક ફક્ત એન્જોય માટે આવું કરે છે. મારા મત મુજબ સુરતમાં હજાર કપલ આમાં ઇન્વોલ્વ હશે. અમુકની પત્નીઓ માની જતી હોય છે. અમુક ન માનતી હોય તો તેનો પતિ બ્લેક મેઇલ કરે છે. હું ન માની તો મારી સાથે મારઝુડ કરવામાં આવી. મેં પતિ વિરૂદ્ધ કેસ પણ કર્યો છે. હાલ મારો કેસ પોલીસ અને ફેમિલી કોર્ટમાં ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી મામલો પહોંચાડવાની ઇચ્છા સીમાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પોતાનો સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે. તેણે કહ્યું, ઘણી બહેન દીકરીઓ આમાં ફસાયેલી છે પણ તે કોઇને વાત કરી શકતી નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી મારો સંદેશ પહોંચે. મારે તેમને મળીને રજૂઆત કરવી છે. કોઇ સજ્જન વ્યક્તિ મને તેમના સુધી પહોંચવામાં મદદ કરે. આ ગંભીર મુદ્દો છે. સમાજમાં આ દૂષણ ફેલાઇ રહ્યું છે અને તેનાથી ઘર તૂટી રહ્યાં છે. કપલ સ્વેપિંગમાં શું થાય છે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કપલ સ્વેપિંગ એટલે પતિ-પત્નીની અદલાબદલી. આવું તમે અક્ષયકુમાર અને બોબી દેઓલની ફિલ્મ અજનબીમાં જોયું હશે. બસ એ જ વસ્તુ હવે હાઇફાઇ લોકોમાં મોર્ડન કલ્ચરનું રૂપ લઇ રહ્યું છે. જેમાં પતિના મિત્રો, બિઝનેસ પાર્ટનર્સ અને ઘણાં કિસ્સામાં પાડોશીઓની સાથે પતિઓ પોતે પોતાની પત્નીઓની અદલાબદલી માટેની પાર્ટી રાખે છે. કપલ સ્વેપિંગની અલગ અલગ રીત આ પ્રકારની પાર્ટીમાં મિત્રો કોઇ એક વ્યક્તિના ઘરે એકઠા થાય છે અને ત્યાં પોતાના ઘરની, કારની ચાવીઓ કાઢીને ટેબલ પર મૂકે છે પછી એ લોકો હાથ તાળી આપીને દાવ પકાવે છે અથવા તો બોટલ સ્પીન કરીને વારો નક્કી કરે છે. આ ઉપરાંત ઘણીવાર કિચન-કીની રમત પણ રમે છે. જેમાં તેઓ પોતાના ઘર અને કારની ચાવી સાથે પોતાની વાઇફને પોતાના મિત્રને હવાલે કરી દે છે અને પછી તેઓ આ રીતે ત્યાંથી પોતપોતાના નક્કી કરેલાં સ્થળે આ વિચિત્ર રમત રમવા પહોંચી જાય છે. ઘણીવાર આ રમત એક દિવસની હોય છે. ઘણીવાર 2થી 3 દિવસની હોય છે. આ પ્રકારનો શોખ ધરાવતા નવા-નવા લોકો આમાં ઉમેરાતા જાય છે. આ રમતમાં સૌથી મેઇન વાત એ છે કે વાઇફ સુંદર હોવી જોઇએ અને તે પોતે પણ રાજીખુશીથી તૈયાર થવી જોઇએ. કારણ કે આ આખો ખેલ પરસ્પરની મરજીથી ચાલે છે. જો કે અપવાદરૂપ કિસ્સામાં એવું પણ બને છે કે વિકૃત માનસિકતા ધરાવતો પતિ પોતાની પત્નીને મારઝુડ કરીને અથવા જબરદસ્તી આવું કામ કરાવતો હોય છે. આ રીતે કપલ સ્વેપિંગની શરૂઆત થઇ એવું કહેવાય છે કે બીજા વિશ્વ યુદ્ધનો સમય હતો. અમેરિકન ફાઇટર પાયલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યાં હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઇટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી પરંતુ તેમને એ વાતનો ભરોસો નહોતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. આવી હાલતમાં કેટલાક ફાઇટર પાયલટ્સે એક રાતની ચેન પાર્ટી રાખી. પાર્ટીમાં પાયલટ્સે પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાયલટના હાથમાં બીજા પાયલટની ચાવી આવી તેમણે તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું મનાય છે કે અહીંથી જ કપલ સ્વેપિંગનો પાયો નખાયો. કપલ સ્વેપિંગ અંગે શું કહે છે કાયદો? કપલ સ્વેપિંગ દુનિયાના કોઇ પણ દેશમાં કાયદેસર નથી. કપલ્સની મંજૂરી હોય કે નહીં તેનાથી કોઇ ફેર પડતો નથી પરંતુ આ માટે કોઇ ખાસ કાયદો પણ નથી. જો પતિ અને પત્ની મંજૂરીથી પાર્ટનર બદલે તો તે પરસ્પર કન્સેન્ટનો મામલો કહેવાય છે. તેમાં ત્યાં સુધી કોઇ કેસ ન થઇ શકે જ્યાં સુધી ત્રીજો પક્ષ તેનાથી પીડિત ન હોય. જો કે કોઇ પરીણિત મહિલા કે પુરુષ એકથી વધુ સાથે સંબંધ બનાવે તે કાયદાકીય રીતે ગુનો છે. મેટ્રો શહેરોમાં 27 ટકા કપલ્સ સામેલ એક સર્વે મુજબ ભારતના મેટ્રો શહેરોના લગભગ 27% કપલ્સ આ ગતિવિધિઓમાં સામેલ છે. આ આંકડો ચોંકાવનારો છે. મહાનગરોથી નાના શહેરો સુધી એક જાણકારી મુજબ હાલના દિવસોમાં મોટા શહેરોમાં હાઇ સોસાયટીથી લઇને નાના શહેરો સુધીમાં પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સેલિંગ કરનારા એક્સપર્ટ સાયકોલોજિસ્ટ જણાવ્યાં મુજબ વાઇફ સ્વેપિંગ આપણા શહેરી કામકાજી લાઇફ સ્ટાઇલનું એક કડવું સત્ય છે. જેનાથી ઇન્કાર કરી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    Dhanush’s Om: Why it took 7 months to convince Mammootty to sign the film
    Next Article
    પ્રાકૃતિક કૃષિ સંવાદ અને જન કલ્યાણ શિબિર યોજાયા.:​જૂનાગઢમાં યોજાયો કૃષિ સંવાદ અને જન કલ્યાણ મહોત્સવ: મંત્રી કૌશિક વેકરીયાએ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment