Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડબકા હાઈસ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ:વિદ્યાર્થીઓને જાગૃતિ, સજ્જતા અને સુરક્ષાની પ્રાયોગિક સમજ અપાઈ

    1 day ago

    ડબકા જૂથ કેળવણી મંડળ સંચાલિત ડબકા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ, સજ્જતા અને સુરક્ષા અંગેની સમજ વિકસાવવા માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન ગભરાયા વિના યોગ્ય નિર્ણય લઈ પોતાની તથા અન્ય વ્યક્તિઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. તાલીમકાર વિષ્ણુ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને પૂર, આગ, ભૂકંપ, ગેસ ગળતર જેવી વિવિધ આપત્તિઓ સમયે અપનાવવાની સાવચેતીઓ, પ્રાથમિક સુરક્ષા પગલાં, બચાવ અને રાહત કામગીરીની પદ્ધતિઓ તેમજ આપત્તિ સમયે જરૂરી બચાવ સાધનોના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર તાલીમમાં ઉત્સાહભેર અને સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા તેઓને આપત્તિના સમયમાં શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિનો સામનો કરવા તથા જવાબદારીપૂર્વક વર્તન કરવાની મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કુલદીપ પંડિત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે તાલીમ આપનાર વિષ્ણુ પ્રજાપતિનો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અને ઉપયોગી કાર્યક્રમો નિયમિતપણે યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરની એડીકોન પેપર મિલમાં ભીષણ આગ:મેદાનમાં પડેલો વેસ્ટ આગની ઝપેટમાં, મિલ આગ બુઝાવવામાં નિષ્ફળ, મોરબી સહિત 6 ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘પ્રારંભ’ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો:જાણીતા લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment