Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરની એડીકોન પેપર મિલમાં ભીષણ આગ:મેદાનમાં પડેલો વેસ્ટ આગની ઝપેટમાં, મિલ આગ બુઝાવવામાં નિષ્ફળ, મોરબી સહિત 6 ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે

    1 day ago

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર મિલમાં બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલા પેપર વેસ્ટના જથ્થામાં આગ લાગતા તે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. પવનને કારણે આગ વધુ ફેલાઈ રહી હોવાથી સ્થિતિ ગંભીર બની છે. આગને કાબૂમાં લેવા માટે મિલ દ્વારા પ્રયાસ કરાયા હતા પરંત સફળ થયા ન હતા. મોરબી મનપાની 4 સહિત કુલ 6 ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે છે. ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો આગની જાણ થતા સૌપ્રથમ કારખાનામાં રહેલી ફાયર સેફ્ટીના સાધનો વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલમાં મોરબી મહાનગરપાલિકાના 4, વાંકાનેર અને હળવદ નગરપાલિકાના 1-1 એમ કુલ 6 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહી છે. આગને કાબૂમાં લેવા મદદની જરૂર પડી શકે પેપર વેસ્ટનો જથ્થો ખુલ્લા મેદાનમાં હોવાથી અને સતત ફૂંકાતા પવનને લીધે આગ વધુ વિકરાળ બની રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ ફાયર ફાઇટરની વધારાની ટીમો બોલાવવાની ફરજ પડી શકે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. હાલ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-અમેરિકા પીસ ડીલ છતાં ઇઝરાયલનો લેબનાન પર હુમલો:18 લોકોના મોત, ઇઝરાયલી મંત્રીએ કહ્યું- આખું લેબનાન ભડકે બળવું જોઈએ
    Next Article
    ડબકા હાઈસ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ:વિદ્યાર્થીઓને જાગૃતિ, સજ્જતા અને સુરક્ષાની પ્રાયોગિક સમજ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment