Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘પ્રારંભ’ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો:જાણીતા લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી

    1 day ago

    સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે નવા વિદ્યાર્થીઓ માટે ‘પ્રારંભ’ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વાતાવરણથી પરિચિત કરાવવાનો અને તેમને ભવિષ્ય માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યુનિવર્સિટીના કુલગીત – “જ્ઞાનં પરમં ભૂષણમ્” સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા, વાઇસ પ્રેસિડેન્ટ શ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર ડૉ. સૌરીન શાહ તથા એડવાઇઝર ડૉ. એમ. એન. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક અને વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં મળતી નાની તકનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે,"ઘણી વખત નાની તક જ જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. તેમણે સફળતા માટે Consistency અને Focusના મહત્વ પર ભાર મૂક્યો હતો." લેખક વસાવડાએ વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય પ્રત્યે સતત સમર્પિત રહેવાની સલાહ આપી. પેશન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “જે કાર્ય તમે તમારી સંભાવનાઓની મર્યાદાથી પણ આગળ જઈને કરો, તે જ તમારું સાચું પેશન છે.” નિષ્ફળતાઓમાંથી શીખવાની વાત કરતાં તેમણે વિશ્વવિખ્યાત પર્વતારોહક એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેનું ઉદાહરણ આપીને ટીમવર્ક, સતત વિકાસ અને હિંમતનું મહત્વ સમજાવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે જીવનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર બે પરિણામ હોય છે જીત અથવા શીખ. વસાવડાએ વિદ્યાર્થીઓને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મળનારી શૈક્ષણિક તકો, અનુભવો અને માર્ગદર્શનનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,"યુનિવર્સિટી જીવન માત્ર ડિગ્રી મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ વ્યક્તિગત વિકાસ, વિચારશક્તિ અને નેતૃત્વ કૌશલ્યો વિકસાવવાની એક મહત્વપૂર્ણ યાત્રા છે. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના નેતૃત્વ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે સિલ્વર ઓક યુનિવર્સિટી તેમના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તમામ માર્ગદર્શન અને તકો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે." આ ‘પ્રારંભ’ કાર્યક્રમ નવા વિદ્યાર્થીઓ માટે માત્ર ઓરિએન્ટેશન જ નહીં, પરંતુ જીવન અને કારકિર્દીની નવી સફર માટે પ્રેરણાદાયી માર્ગદર્શનરૂપ સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ડબકા હાઈસ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ:વિદ્યાર્થીઓને જાગૃતિ, સજ્જતા અને સુરક્ષાની પ્રાયોગિક સમજ અપાઈ
    Next Article
    ગોધરા નજીક પાનમ નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:દહીકોટ ગામ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment