Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓએ મોબાઈલના સુરક્ષિત ઉપયોગ માટે 'સાયબર સંકલ્પ' લીધા

    4 days ago

    ગાંધીનગરના મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેકટર 16 ખાતે 'સાયબર સિક્યુરિટી અવેરનેસ અને ગ્રાહક જાગૃતિ સેમિનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી) ગાંધીનગર સંચાલિત સંસ્થામાં આ વિશેષ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ટેલિકોમ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રાજીવ કુશ્વાહ અને એડીજી અંકિત શર્માએ પ્રેરક હાજરી આપી હતી. તેમણે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ અને મોબાઈલના યોગ્ય વપરાશ વિશે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજાવ્યું. સેમિનાર દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સાયબર ફ્રોડ રોકવા અને સમાજમાં આ અંગે જાગૃતિ વધારવા માટે સામૂહિક 'સાયબર સંકલ્પ' લીધો. આ ઉપરાંત, વક્તાઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના સાચા જવાબ આપનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહાત્મા ગાંધી વિદ્યામંદિરના આચાર્ય ડૉ. મેહુલભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પાસપોર્ટ ઓફિસે રૂબરૂ જઈ પ્રોસેસ કરી તોય નકલી પાસપોર્ટ બન્યો!:અમેરિકા જવાની ઘેલછામાં પરણિતા ફસાઈ; પાસપોર્ટ ઓફિસની નોટિસે કલોલના ઠગ એજન્ટની પોલ ખોલી
    Next Article
    આહવા જેલમાંથી ગંભીર ગુનાના 12 કેદીઓ ટ્રાન્સફર:કાયદો-વ્યવસ્થા જાળવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલારૂપે નવસારી જિલ્લા જેલમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment