Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાસપોર્ટ ઓફિસે રૂબરૂ જઈ પ્રોસેસ કરી તોય નકલી પાસપોર્ટ બન્યો!:અમેરિકા જવાની ઘેલછામાં પરણિતા ફસાઈ; પાસપોર્ટ ઓફિસની નોટિસે કલોલના ઠગ એજન્ટની પોલ ખોલી

    4 days ago

    વિદેશ જવાના મોહમાં નાગરિકો અવારનવાર ઠગબાજોની જાળમાં ફસાઈ જતા હોય છે, પરંતુ ગાંધીનગરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા માટે પાસપોર્ટ ઓફિસે રૂબરૂ જઈને સહી અને ફિંગરપ્રિન્ટ આપ્યા હોવા છતાં, કલોલના એક ગઠિયા એજન્ટે પરિણીતાની જાણ બહાર જ તેના નામે બીજો એક બોગસ પાસપોર્ટ કઢાવી લીધો હતો. લગ્ન બાદ પતિનું નામ પાસપોર્ટમાં ચડાવવા જતાં પાસપોર્ટ ઓફિસની નોટિસે આ આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિઝા રિજેક્ટ થતાં કલોલના ‘ભોડી પટેલ’નો સંપર્ક કર્યો બનાવની વિગત એવી છે કે, મૂળ માણસા તાલુકાના બાલવા ગામના અને હાલ ગાંધીનગરના રાયસણ ખાતે સિલિકોન નેસ્ટ ફ્લેટમાં રહેતા 32 વર્ષીય રીતુબેન સચીનભાઈ ચૌધરીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. રીતુબેનના લગ્ન વર્ષ 2025 માં સચીનભાઈ સાથે થયા હતા, જેઓ વર્ષ 2020થી USA ખાતે રહે છે. લગ્ન પહેલા, એટલે કે વર્ષ 2024માં રીતુબેનની અમેરિકાની વિઝા ફાઈલ વારંવાર રિજેક્ટ થતી હતી. આ દરમિયાન ડિસેમ્બર 2024માં તેમનો સંપર્ક કલોલના પાલીયાદ ગામના એજન્ટ જશવંતકુમાર પ્રહલાદભાઈ પટેલ ઉર્ફે ભોડી પટેલ સાથે થયો હતો. જશવંતે કાયદેસરના વિઝા અપાવવાની ખાતરી આપી રીતુબેન અને તેમના પિતા પાસેથી દસ્તાવેજો તથા પ્રોસેસિંગ ફી પેટે રૂ. 10,000 રોકડા મેળવી લીધા હતા. મીઠાખળી પાસપોર્ટ ઓફિસે બોલાવી ફિંગરપ્રિન્ટ લીધા સોદો નક્કી થયાના એક મહિના પછી એજન્ટ જશવંતે રીતુબેનને ફોન કરીને તાત્કાલિક અમદાવાદના મીઠાખળી ચાર રસ્તા પાસે આવેલી પાસપોર્ટ ઓફિસે મોકલ્યા હતા. ત્યાં અગાઉથી જ જશવંતના માણસો હાજર હતા, જેમણે રીતુબેનને અંદર મોકલી નવો પાસપોર્ટ કઢાવવાના બહાને તેમના અસલી ફિંગરપ્રિન્ટ અને સહી કરાવી લીધા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં વિઝા ન આવતા અને એજન્ટ જશવંતે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દેતાં રીતુબેને વિદેશ જવાની આશા છોડી દીધી હતી. પતિનું નામ ચડાવવા અરજી કરી ને ભાંડો ફૂટ્યો લગ્ન બાદ પતિ સાથે અમેરિકા શિફ્ટ થવા માટે રીતુબેને પોતાના ઓરિજિનલ પાસપોર્ટ (નંબર AE161197) માં પિતાના બદલે પતિનું નામ ચડાવવા માટે વર્ષ 2026 માં ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીના આધારે જૂન 2026 માં પાસપોર્ટ ઓફિસ તરફથી રીતુબેનને એક કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં જણાવાયું હતું કે, રીતુબેને પોતાના નામે ઇશ્યૂ થયેલા અન્ય એક પાસપોર્ટ નંબર C7058183 ની વિગતો છુપાવી છે. આ વાંચીને જ રીતુબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે ઠગ એજન્ટ જશવંત પટેલ અને તેના સાથીદારોએ મીઠાખળી ઓફિસે બોલાવી રીતુબેનના ડેટા અને ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને તેમની જાણ બહાર જ નકલી પાસપોર્ટ બનાવી મોટો વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી એજન્ટની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી:ગોધરામાં સાર્વત્રિક મેઘમહેર, મેસરી નદી બે કાંઠે વહેતા કોઝ-વે બંધ; ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ
    Next Article
    સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓએ મોબાઈલના સુરક્ષિત ઉપયોગ માટે 'સાયબર સંકલ્પ' લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment