Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહવા જેલમાંથી ગંભીર ગુનાના 12 કેદીઓ ટ્રાન્સફર:કાયદો-વ્યવસ્થા જાળવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલારૂપે નવસારી જિલ્લા જેલમાં ખસેડાયા

    4 दिन पहले

    ડાંગ જિલ્લાની આહવા સબ જેલમાંથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 12 કેદીઓને નવસારી જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) ના માર્ગદર્શન હેઠળ જેલની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં આહવા સબ જેલમાંથી ગંભીર ગુનાના બે આરોપીઓ ફરાર થઈ જવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે જેલ સુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા અને તેમની ટીમે આહવા સબ જેલના ઇન્ચાર્જ જેલર સાથે સંકલન સાધીને ટ્રાન્સફરની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી. ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા અને આરોપી તરીકે કેદ રહેલા આ કેદીઓને અન્ય જેલમાં ખસેડવા માટે નામદાર કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે જેલ ટ્રાન્સફરની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી આગળ વધી. આદેશના અનુસંધાને, આજે આહવા સબ જેલમાં રહેલા કુલ 12 ગંભીર ગુનાના કેદીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસારી જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રાન્સફર કરાયેલા કેદીઓમાં 10 પુરુષ અને 2 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગંભીર ગુનાના આરોપીઓ પર વધુ અસરકારક દેખરેખ રાખવી, જેલ સુરક્ષા સુનિશ્ચિત કરવી અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનો છે. સમગ્ર કામગીરી દરમિયાન પૂરતો પોલીસ જાપ્તો ગોઠવી કેદીઓને સુરક્ષિત રીતે નવસારી જિલ્લા જેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ડાંગ જિલ્લામાં જેલ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર સુરક્ષા સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓએ મોબાઈલના સુરક્ષિત ઉપયોગ માટે 'સાયબર સંકલ્પ' લીધા
    Next Article
    Gujarat Rain Update News | 2 કલાકમાં 41 તાલુકામાં વરસ્યો વરસાદ | Monsoon 2026 | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment