Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બાંધકામ વિવાદે હિંસક રૂપ લીધું:બે મહિલા સહિત ચાર સામે હુમલો-ધમકીની ફરિયાદ

    2 days ago

    જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમના ભત્રીજા રોહિતભાઈ રામજીભાઈ નંદાના ઘરે કડિયાકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી તેમના ઘર તરફ પડતા હોવાથી તેમણે આ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે રોહિતભાઈ નંદા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ફરિયાદી જગદીશભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જગદીશભાઈને ડાબા હાથના ખભા પાછળના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન, ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં આરોપી નિકીતાબેન રોહિતભાઈ નંદાએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને બંને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. ત્યારબાદ રીનાબેન ધવલભાઈ નંદા અને રેખાબેન રામજીભાઈ નંદા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમના પત્ની સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ફરિયાદીના પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું પણ નોંધાયું છે. આ બનાવ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંસાહારી લારી મૂકવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ:નવસારીના જલાલપોર રોડ ડેરી પાસે લારી મૂકતાં હિંસા, વેપારીઓએ બંધ પાળી ન્યાયની માંગ કરી
    Next Article
    જામનગરમાં બે જૂથ વચ્ચે મારામારી:નજીવી બાબત પરથી શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વીડિયો વાઈરલ થતાં 10 શખસ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment