Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંસાહારી લારી મૂકવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ:નવસારીના જલાલપોર રોડ ડેરી પાસે લારી મૂકતાં હિંસા, વેપારીઓએ બંધ પાળી ન્યાયની માંગ કરી

    2 days ago

    નવસારીના જલાલપોર રોડ પર ઇંડા-ચિકનની લારી મૂકવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીની મુલાકાતને પગલે પાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી હટાવવામાં આવેલી લારી ડાયમંડ ડેરી પાસે મૂકવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે સ્ટેશન વિસ્તારના સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખી કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે જલાલપોર પોલીસે સામસામી ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. મુખ્યમંત્રીની મુલાકાત બાદ દબાણ હટાવવાની કામગીરીથી વિવાદની શરૂઆત નવસારીમાં મુખ્યમંત્રીની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો અને લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્ટેશન સામે 'ઇમ્મી ચિકન'ની લારી ચલાવતા યુવાનો પોતાની માંસાહારી લારી લઈને જલાલપોર રોડ પર આવેલી ડાયમંડ ડેરીના પાછળના ભાગે પહોંચ્યા હતા. ડેરીની પાછળ લારી ગોઠવવાની આ હિલચાલ જ બંને પક્ષો વચ્ચેના મોટા વિવાદનું મુખ્ય કારણ બની હતી. ડેરી માલિક પક્ષનો આક્ષેપ: ગુંડાગર્દી કરી પિતા-પુત્ર પર હુમલો કરાયો આ ઘટના સંદર્ભે સુરતના દીપન પ્રકાશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કાકા પિયુષભાઈ શાહ (ઉંમર 62 વર્ષ) અને પિતરાઈ ભાઈ ઋષભ શાહ (ઉંમર 36 વર્ષ) જલાલપોર રોડ પર 'ડાયમંડ ડેરી' ચલાવે છે. સવારે ઇમ્તીયાઝ, આરીફ અને અલા નવાઝ ઇસ્માઇલ શેખ નામના શખ્સો ડેરી પર આવ્યા હતા. ડેરીનો પાછળનો દરવાજો ખુલ્લો રહેતો હોવાથી ઇંડાની લારી મૂકવામાં તકલીફ પડતી હોવાનું કહી તેમણે દરવાજો બંધ કરવા દબાણ કર્યું હતું. માલિકોએ આ દરવાજો વર્ષો જૂનો હોવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઋષભ તેમજ પિયુષભાઈને નાક, પેટ અને છાતીના ભાગે ઢીંક-મુક્કાનો માર માર્યો હતો. જતાં-જતાં આરોપીઓએ 'અહીં જ લારીઓ મુકાશે, હવે પછી ના પાડશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી પણ આપી હતી. લારી ચાલક પક્ષની વળતી ફરિયાદ: સાંજે લારી હટાવવાની ખાતરી છતાં હુમલો થયો બીજી તરફ, ગાર્ડા ચાલમાં રહેતી સમીના આરીફ શેખ નામની મહિલાએ પિયુષભાઈ અને તેમના પુત્ર ઋષભ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ, પાલિકાની કાર્યવાહીના કારણે લારી ડેરીના પાછળના ભાગે મૂકવામાં આવી ત્યારે ડેરી માલિકોએ ગાળાગાળી શરૂ કરી હતી. લારી ચાલક આરીફ શેખ અને ઇમ્તીયાઝ શેખે સાંજ સુધીમાં ત્યાંથી લારી હટાવી લેવાની ખાતરી આપી હોવા છતાં, ઋષભે પાછળથી આવીને ઇમ્તીયાઝ પર હુમલો કર્યો હતો. આ ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા આરીફને પણ માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ પક્ષે પણ આક્ષેપ કર્યો છે કે ડેરી માલિકોએ ફરીથી ત્યાં લારી મૂકવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારી મંડળનો આક્રોશ: સુરક્ષા અને ન્યાય માટે મેયર-કલેક્ટરને રજૂઆત કરાશે આ હિંસક ઘટનાના વિરોધમાં સ્ટેશન વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ડાયમંડ ડેરીના સંચાલક દીપન શાહે જણાવ્યું કે, તેમની 70 વર્ષ જૂની પેઢી પર આવીને ગુંડા તત્વોએ ગુંડાગર્દી કરી પિતા-પુત્રને લોહીલુહાણ કર્યા છે. ભવિષ્યમાં કોઈ વેપારી સાથે આવું દબાણ કે ગુંડાગર્દી ન થાય તે માટે તમામ વેપારીઓએ સાથ-સહકાર આપીને આજે ધંધા સંપૂર્ણ બંધ રાખ્યા છે. વેપારી મંડળ હવે યોગ્ય ન્યાય અને કડક પગલાંની માંગ સાથે કલેક્ટર અને મેયરને આવેદનપત્ર સુપ્રત કરશે. બંને પક્ષના ઇજાગ્રસ્તો સિવિલમાં દાખલ: પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી આ જૂથ અથડામણમાં બંને પક્ષના પુરુષોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી હાલ તેઓ નવસારી સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે. જલાલપોર પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે સ્થાનિક સીસીટીવી ફૂટેજ મેળવવાની અને પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની પૂછપરછ કરવાની કામગીરી પોલીસે તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવમાં કડાકો:ચાંદી ₹8,899 સસ્તી થઈને ₹2.28 લાખ પ્રતિ કિલો, સોનું ₹5,350 ઘટ્યું; ₹1.46 લાખ 10 ગ્રામ થયું
    Next Article
    જામનગરમાં બાંધકામ વિવાદે હિંસક રૂપ લીધું:બે મહિલા સહિત ચાર સામે હુમલો-ધમકીની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment