Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભારે વરસાદ, રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ:નીચાણવાળા વિસ્તારો જલમગ્ન, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    1 day ago

    ગોધરા શહેરમાં મધ્યરાત્રિથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો જલમગ્ન બન્યા હતા. ભાગોળ વિસ્તારમાં નિર્માણાધીન રેલવે અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેણે પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. સતત ભારે વરસાદને કારણે ગોધરા શહેરના ભાગોળ રેલવે સ્ટેશન, ગાયત્રી નગર સોસાયટી, 36 કોટર, ભૂરાવાવ, સિગ્નલ અને ફરિયા રોડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે જળમગ્ન બની જતાં સવારના સમયે નોકરી-ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાગોળ વિસ્તારમાં હાલ જે નવીન રેલવે અંડરપાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે પણ પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરાની મેસરી નદી બે કાંઠે, કોઝ-વે બંધ:ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ; ધોધમારની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ તો 9 જિલ્લામાં યલો એલર્ટ
    Next Article
    ખોખરા મ્યુનિ. ગાર્ડન પાસે પાઇપલાઇન તૂટી, હજારો લિટર પાણી વેડફાયું:AMCના ઇજનેર વિભાગના અધિકારીઓ સવારે રાઉન્ડમાં ફરક્યા પણ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment