Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોખરા મ્યુનિ. ગાર્ડન પાસે પાઇપલાઇન તૂટી, હજારો લિટર પાણી વેડફાયું:AMCના ઇજનેર વિભાગના અધિકારીઓ સવારે રાઉન્ડમાં ફરક્યા પણ નહીં

    1 day ago

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગાર્ડન નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થયો હતો. વહેલી સવારે પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓના ધ્યાને તાત્કાલિક આ બાબત આવી નહીં અને તેમણે ધ્યાન આપ્યું નહીં. સવારના સપ્લાય સમય સુધી પાણી બંધ ન કરવામાં આવતા હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ મળતી માહિતી મુજબ ખોખરા મ્યુનિસિપલ ગાર્ડન પાસે આજે (19 જૂન)ના રોજ વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ખોખરા સરકારી રુક્ષ્મણી હોસ્પિટલ સુધીના રોડ પર પાણી ફરી મળ્યા હતા. રોડ પર વેડફાતા પાણીને બંધ કરવા કોઈ AMCના કર્મચારીઓ ફરક્યા પણ નહીં સવારે 8 વાગ્યા સુધી પાણી સપ્લાયનો સમય હોય છે ત્યાં સુધી પાણી રોડ પર વેડફાતા બંધ કરવા મ્યુનિસિપલના ઇજનેર ખાતાના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ફરક્યા નહી. ખોખરા મ્યુનિસિપલ સબઝોનલ કચેરી 500 મીટર આગળ આવેલી હોવા છતાં અધિકારીઓ વેડફાઈ રહેલા પાણી ને બંધ કરવા બેજવાબદાર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ભારે વરસાદ, રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ:નીચાણવાળા વિસ્તારો જલમગ્ન, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
    Next Article
    NEET UG re-Exam 2026: What security measures will students face at exam centres?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment