Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાની મેસરી નદી બે કાંઠે, કોઝ-વે બંધ:ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ; ધોધમારની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ તો 9 જિલ્લામાં યલો એલર્ટ

    1 day ago

    રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતમાં વરસાદી માહોલ છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત અને તાપીમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોડીરાતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. ચોસમાના આગમન પૂર્વે પડેલાં સામાન્ય વરસાદમાં જ કેટલાક શહેરોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. વિરમગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતાં. તો કડીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં ચારે તરફ પાણી-પાણીના દૃશ્યો સર્જાયા હતાં. શહેરના થોળ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતાં. ગાંધીનગરના કલોલ શહેરમાં નગરપાલિકાના કહેવાતા વિકાસ અને પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યાં હતાં. કલોલના જાણીતા પંચવટી વિસ્તાર સહિત પાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલા રોડ, રસ્તા અને ગટરના કામો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પાલિકાની નાકામીના કારણે પંચવટીના રહીશોની પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા દૂર થઈ શકી નથી. 18 જૂનના વરસાદની પળેપળની અપડેટ હવમાન વિભાગની આગાહી, ક્યાં કેવો વરસાદ રહેશે? રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ:પોલીસ ફરિયાદ નોંધાશે, ભાવનગરની મેડિકલ કોલેજમાં જુનિયર્સ ડૉક્ટર્સને મુર્ગા બનાવી રેગિંગ કરવાનું ભારે પડ્યું
    Next Article
    ગોધરામાં ભારે વરસાદ, રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ:નીચાણવાળા વિસ્તારો જલમગ્ન, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment