Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર ટી હોસ્પિટલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ:પોલીસ ફરિયાદ નોંધાશે, ભાવનગરની મેડિકલ કોલેજમાં જુનિયર્સ ડૉક્ટર્સને મુર્ગા બનાવી રેગિંગ કરવાનું ભારે પડ્યું

    1 day ago

    ભાવનગરની સર ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ આશરે સાડા આઠ કલાક સુધી ચાલેલી બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓ અને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદનો લીધા હતા. તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે. બંને પક્ષને રજૂઆત કરવાનો ત્રણ વાર સમય આપ્યો: ડીન આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો કોલેજના એક મોભી તરીકે હંમેશા દુઃખદાયક હોય છે. ગઇકાલે(18 જૂન) 5 વાગ્યે સાંજે મીટિંગની શરૂઆત કરી હતી અને વહેલી સવારે બે વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી. ​બંને પક્ષને રજૂઆત કરવાનો ત્રણ વાર સમય આપ્યો હતો, જેથી કોઈ નિર્દોષ ન છૂટી જાય. ‘દોષિત વિદ્યાર્થીઓને આ સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની છે’ નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને જોઈ કમિટી એ નિર્ણય પર આવી છે કે જે વિદ્યાર્થીઓ પર દોષારોપણ કરવામાં આવ્યા છે તે દરેકને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે. ‘પોલીસ ફરિયાદ નોંધાવાશે’ રજૂઆતોને ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સર ટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓ ભાગ નહીં લઈ શકે. આજે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવાશે. 13 જુનિયર વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જુનિયર તબીબો સાથે રૂંવાડા ઊભા કરી દે તેવું રેગિંગ ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે અમાનવીય ત્રાસનો ભોગ બનનારા પ્રથમ વર્ષના જુનિયર તબીબોએ બીજા વર્ષના 6 તબીબી વિદ્યાર્થી દ્વારા અપાતી રૂંવાડા ઊભા કરી દે તેવી તાલિબાની સજા વર્ણવી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતાં, દારૂની બોટલો મંગાવતાં, કુકડા બનાવતાં, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સુવાનો સમય નહીં આપવા, એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઉભા રહેવા, છેલ્લા 15 દિવસ સુધી ન્હાવા સુદ્ધા નહીં દેવા જેવી તાલિબાની સજા અપાતી હોવાની આપવીતી વર્ણવી હતી. આખરે હિંમત કેળવી તેઓએ લેખિત ફરિયાદ કરી હોવાનું જણાવી દોષિતોને આકરી સજા થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ, જુનિયર પાસેથી સિનિયર્સ પૈસા પડાવતા અને મુર્ગા બનાવતા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ 8 જૂને રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદની નામાંકિત બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો હતો. જુનિયર વિદ્યાર્થી દ્વારા સિનિયર સામે 8મી જૂને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે એન્ટી રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ રિપોર્ટ બાદ ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી ખુદ આરોગ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી. ભૂતકાળમાં પણ ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની ચૂકી છે ભાવનગર મેડિકલ કોલેજમાં સવા વર્ષ એટલે કે ગત માર્ચ-2025માં છ જેટલા સિનિયર તબીબી વિદ્યાર્થી દ્વારા ત્રણ જુનિયર તબીબ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હતું. જે ઘટનામાં ડૉ. મીલન કાકલોતર, ડૉ. પિયુષ ચૌહાણ, ડૉ. નરેન ચૌધરી, ડૉ. મન પટેલ, ડૉ. અભિરાજ પરમાર અને ડૉ. બળભદ્રસિંહ નામના સિનિયરો દ્વારા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અભદ્ર વર્તન કરી, વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં વાઇરલ કરવાની ધમકી આપી મારમાર્યો હતો. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને મારમાર્યો હતો. જેમાં આરોપીઓ નશાની હાલતે હોવાનું ખુલ્યું હતું. ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં 2023ના મે માસમાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટર હરીશ વૈગીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા તેમજ જાતીય શોષણ કર્યું હતું. ડૉ. હરીશ વૈગી દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે ઘણા સમય સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા કંટાળીને વિદ્યાર્થીએ ન્યાયની માગ પોકારી હતી. આ ઘટના જાહેર થયા બાદ મોટી સંખ્યામાં નિલમબાગ પોલીસ મથક ખાતે વિદ્યાર્થીઓનું ટોળું ધસી ગયું હતું. આ કેસમાં તપાસના અંતે ડૉ. હરીશ વૈગીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઈરાન ડીલનો સૌથી મોટો ચહેરો બન્યા જેડી વેન્સ:જો યુદ્ધ અટકશે તો ભવિષ્યના રાષ્ટ્રપતિ બનવાના સૌથી મોટા દાવેદાર, જો નિષ્ફળ જશે તો કારકિર્દી બરબાદ
    Next Article
    ગોધરાની મેસરી નદી બે કાંઠે, કોઝ-વે બંધ:ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ; ધોધમારની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ તો 9 જિલ્લામાં યલો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment