Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુજરાતમાં પાણીની ગંભીર અછત, આ વર્ષે વાવેતરની શું છે સ્થિતિ?:મગફળી, શાકભાજી અને ચારો મુખ્ય પાક; ત્રણ ડેમ ખાલીખમ; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    16 hours ago

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. રાજ્યમાં જૂન-2026 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પાકવાર આંકડાઓ મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર, કઠોળ પાકોનું 673 હેક્ટર તેમજ તેલીબિયાં પાકોનું 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં 730 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મગફળી કપાસ, શાકભાજી અને ચારોનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. કૃષિ નિષ્ણાતોના મતે ચોમાસાની અનુકૂળ શરૂઆત અને પૂરતા વરસાદની આશાને કારણે ખેડૂતોમાં વાવેતર માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં વાવેતરનો વિસ્તાર વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યભરના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતોએ ખરીફ પાકની આગોતરી વાવણી શરૂ કરી દીધી છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી-વીજળી ના મળતા વાવણીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. સાથે જ બિયારણના ભાવ વધારાને લઈને પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આવો ગ્રાફિક્સથી જાણીએ ઉત્તર ગુજરાના જિલ્લામાં કેટલાક હેક્ટરમાં કયા પાકની વાવણી થઈ છે. ખેડૂત મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે અમારા ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠા બાજુ પાણીની બહુ જ ખેંચ વર્તાઈ રહી છે. મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુ જેવા મોટા મોટા ડેમો સાવ ખાલીખમ થઈ ગયા છે અને ધરોઈમાંય પાણી નથી. ડેમોમાં પાણી ન હોવાથી નહેરો પણ બંધ થઈ ગઈ છે, જેના લીધે અમારા જેવા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કુવાના તળ પણ ઊંડા જતા રહ્યા છે. જો સરકાર આ વિસ્તારના તળાવો ભરી આપે, તો અમને થોડીક રાહત થાય. બીજું કે અત્યારે અમને ખેતી માટે માંડ 8 કલાક વીજળી મળે છે. પણ હજી ચોમાસું જામ્યું નથી અને વરસાદ ખેંચાયો છે, એટલે જો આ 8 કલાકના બદલે 10 કલાક લાઈટ આપવામાં આવે તો સુકા ભઠ્ઠ પડેલા ખેતરોમાં અમે બાજરી અને ગુવાર જેવા ચોમાસુ પાકની વાવણી કરી શકીએ. આ વખતે ચોમાસું નબળું દેખાય છે, જો વહેલી તકે વરસાદ કે પાણીની સગવડ નહીં થાય તો અમારે બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે. ગ્રાફિક્સથી જાણીએ ઉત્તર ગુજરાના જિલ્લામાં કેટલાક હેક્ટરમાં કયા પાકની વાવણી
    Click here to Read More
    Previous Article
    કપાસ-મગફળીનું હબ ગણાતા સૌરાષ્ટ્રમાં શું છે આ વર્ષે સ્થિતિ?:'જ્યાં લાઈટ-પાણી છે ત્યાં વાવણી થઈ', હજુપણ ખેડૂતો કુદરતના ભરોશે; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી
    Next Article
    ડાંગરના ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતની આ વર્ષે શું છે સ્થિતિ?:ખેડૂતે કહ્યું- બે વીઘા પિયત થઈ શકે એટલું પણ પાણી નથી, મજૂરી પણ મોંઘી પડી; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment