Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપાસ-મગફળીનું હબ ગણાતા સૌરાષ્ટ્રમાં શું છે આ વર્ષે સ્થિતિ?:'જ્યાં લાઈટ-પાણી છે ત્યાં વાવણી થઈ', હજુપણ ખેડૂતો કુદરતના ભરોશે; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    15 hours ago

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. રાજ્યમાં જૂન-2026 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પાકવાર આંકડાઓ મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર, કઠોળ પાકોનું 673 હેક્ટર તેમજ તેલીબિયાં પાકોનું 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ 2,911 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, રાજ્યભરના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતોએ ખરીફ પાકની આગોતરી વાવણી શરૂ કરી દીધી છે. ત્યારે કપાસ અને મગફળીનું હબ ગણાતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર મોટા પાયે શરૂ કરી દીધું છે. જ્યાં કૂવા કે ટ્યુબવેલની સગવડ છે ત્યાં આગોતરી વાવણી પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂત રમેશ વસોયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે. સામાન્ય રીતે 15 જૂને બેસતું ચોમાસું 18 તારીખ થઈ ગઈ હોવા છતાં હજી સુધી આવ્યું નથી, અને ટીવીમાં જ્યોતિષીઓ દ્વારા થતી 'અલ નીનો'ની ચર્ચાઓ તેમની ચિંતા વધારી રહી છે. જેમની પાસે પાણી અને વીજળીની સગવડ હતી તેવા ખેડૂતોએ મગફળી અને કપાસનું આગોતરું વાવેતર તો કરી દીધું છે, પરંતુ એકંદરે પાણીની ભારે અછત છે અને ભારે પવનને કારણે વીજળીની સમસ્યા પણ નડે છે. વળી, નીલગાય અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓના ત્રાસને લીધે તેઓ આગળનું કોઈ આયોજન કરી શકતા નથી અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે; હવે તો કુદરત મહેરબાન થાય અને સમયસર સારો વરસાદ વરસે તો જ ખેડૂતો અને આમ જનતાને સારો પાક અને રાહત મળી શકે તેમ છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી-વીજળી ન મળતાં વાવણીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. સાથે જ બિયારણના ભાવ વધારાને લઈને પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આવો ગ્રાફિક્સથી જાણીએ સૌરાષ્ટ્રના જિલ્લામાં કેટલાક હેક્ટરમાં ક્યા પાકની વાવણી થઈ છે. ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે, અમે અત્યારે હોંશે હોંશે કપાસ અને મગફળીની આગોતરી વાવણી તો કરી દીધી, પણ હવે જીવ અદ્ધર થઈ ગયો છે. હાલ તો બોરવેલના પાણીથી જેમ-તેમ કરીને પાકને પિયત આપી રહ્યા છીએ, પણ વરસાદ સાવ ખેંચાઈ ગયો છે. આ આકરી અછતમાં પાણીની તંગી એટલી વિકટ બની ગઈ છે કે જો હજી થોડા દિવસ વરસાદ નહીં આવે, તો અમારો આખો પાક બળી જશે. કાળી મજૂરી કરીને વાવેલું મોંઘું બિયારણ અને ખાતર બધું જ ફેલ જશે એવી બીક લાગી રહી છે. ગામના તળાવો અને ડેમ જેવા બધા જળાશયો અત્યારે સાવ ખાલીખમ પડ્યા છે, ક્યાંય પાણીનું ટીપુંય નથી. હવે તો કાં તો સરકાર દયા કરીને આ જળાશયોમાં તાત્કાલિક પાણી છોડે અને કાં તો ઉપરવાળો વહેલો વરસી પડે, તો જ અમે ખેડૂતો બચી શકીશું. જો આ બેમાંથી એકેય નહીં થાય, તો અમારા હાથમાં કંઈ નહીં રહે અને અમે સાવ ભાંગી પડીશું. હવે ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીનું 'વિદ્યાર્થીઓનો ગુંજ' હસ્તાક્ષર અભિયાન:કહ્યું- પેપર લીક, મોંઘી ફી અને બેરોજગારી પર વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડીશું
    Next Article
    ઉ.ગુજરાતમાં પાણીની ગંભીર અછત, આ વર્ષે વાવેતરની શું છે સ્થિતિ?:મગફળી, શાકભાજી અને ચારો મુખ્ય પાક; ત્રણ ડેમ ખાલીખમ; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment