Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગરના ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતની આ વર્ષે શું છે સ્થિતિ?:ખેડૂતે કહ્યું- બે વીઘા પિયત થઈ શકે એટલું પણ પાણી નથી, મજૂરી પણ મોંઘી પડી; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    17 hours ago

    ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યભરના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને પાણી અને વીજળીની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી-વીજળી ના મળતા વાવણીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોવાની સાથે ડાંગરની રોપણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે. સાથ જ આ વર્ષે અહીં મગફળી અને કપાસની પણ મોટા પ્રમાણમાં વાવણી થઈ છે. રાજ્યમાં વાવેતરની સ્થિતિ? ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. રાજ્યમાં જૂન-2026 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ, રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પાકવાર આંકડાઓ મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર, કઠોળ પાકોનું 673 હેક્ટર તેમજ તેલીબિયાં પાકોનું 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો આવો ગ્રાફિક્સથી જાણીએ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કેટલાક હેક્ટરમાં કયા પાકની વાવણી થઈ છે....
    Click here to Read More
    Previous Article
    ઉ.ગુજરાતમાં પાણીની ગંભીર અછત, આ વર્ષે વાવેતરની શું છે સ્થિતિ?:મગફળી, શાકભાજી અને ચારો મુખ્ય પાક; ત્રણ ડેમ ખાલીખમ; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી
    Next Article
    મધ્ય ગુજરાત કપાસ અને શાકભાજીની વાવણી માટે તૈયાર:આણંદ-છોટાઉદેપુરમાં વરસાદ વિના ખેડૂતો પરેશાન; કેનાલ છે પણ ત્રણ વર્ષથી પાણી નથી; ગ્રાફિક્સથી જાણો જિલ્લાવાઈસ વાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment