Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પાણી પુરવઠા સંપની મુલાકાત લીધી:સુરેન્દ્રનગરના ફુલગ્રામ ખાતે ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત નવનિર્મિત પાણી પુરવઠા લાઈનના સંપ અને ફિલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી. 90 એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ અને 20 એમ.એલ.ડી. ક્ષમતાના સંપ દ્વારા જિલ્લાના 225 ગામો અને 2 શહેરોની અંદાજિત 5.29 લાખ વસ્તીને લાભ મળશે. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્ય દંડક અને અન્ય મહાનુભાવોએ આધુનિક પંપ હાઉસ, ફિલ્ટર પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ એરિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પ્રગતિ હેઠળની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંપ ધોળીધજા ડેમ આધારિત નર્મદા પીવાના પાણીની યોજનાનો મુખ્ય સ્ટોરેજ છે, જે વઢવાણ, ચુડા, સાયલા, ચોટીલા અને થાન તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. મુલાકાત દરમિયાન વિવિધ ટેકનિકલ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની ધોળીધજા ડેમ આધારિત 'રીમોડેલીંગ ઓફ ફેઇઝ-2, પાર્ટ-એ., એસ.-2, એસ.-3 જૂથ પાણી પુરવઠા યોજના' (પેકેજ-1) ની કામગીરી અંદાજિત રૂ. 116.41 કરોડના ખર્ચે ચાલી રહી છે. આ ઉપરાંત, ધોળીધજા ડેમ આધારિત ફેઈઝ-2 તથા એસ-2 અને એસ-3 (વડોદ અને ચોકડી ઝોન) જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મુખ્ય પાઈપલાઈન અને આનુષાંગિક ઘટકોના નવીનીકરણની કામગીરી પણ અંદાજિત રૂ. 103.4 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. આ બંને યોજનાઓ પૂર્ણ થતા 90 એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ અને 20 એમ.એલ.ડી. ક્ષમતાના સંપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 225 ગામો અને 2 શહેરોની અંદાજિત 5.29 લાખથી વધુ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં NEET પરીક્ષા કેન્દ્રોની મુલાકાત:કલેક્ટર, પોલીસવડાએ પારદર્શક આયોજન માટે વ્યવસ્થા સમીક્ષા કરી
    Next Article
    AMCએ 18 દિવસમાં માત્ર 3 જ સીલ કર્યા:પનીર, મેંગો મિલ્ક શેક સહિત 27 જગ્યાના ખાવા પીવાની ચીજવસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment