Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCએ 18 દિવસમાં માત્ર 3 જ સીલ કર્યા:પનીર, મેંગો મિલ્ક શેક સહિત 27 જગ્યાના ખાવા પીવાની ચીજવસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક મળી

    1 day ago

    જો તમે બહારનું ખાતા હોય તો વિચારીને ખાજો કારણ કે અનેક જગ્યાએ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરેલી હોય અને બિન ગુણવત્તાયુક્ત હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના તપાસમાં બહાર આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને દુકાનોમાંથી પનીર, મેંગો મિલ્ક શેક, ઘી, ચીઝ સહિતના 27 જેટલા નમુના ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. જોકે ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં 18 દિવસમાં માત્ર ત્રણ જગ્યા પર જ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ફૂડ સેફટી ના નિયમોના પાલન ન થતા હોવાથી સીલ કરી છે અનેક જગ્યાએ ફૂડ સેફટી ના નિયમ ના પાલન ન થતા હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર દંડ કરી દેવામાં આવે છે. AMCનું ખાદ્ય ધંધાકીય એકમો સામે સઘન ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 અંતર્ગત શહેરના વિવિધ ઝોનના વોર્ડ વિસ્તારોમાં ખાદ્ય ધંધાકીય એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. 1 જૂનથી 15 જૂન, 2026 દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં કુલ 1,027 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 409 નમૂનાઓ લેવાયા આ કામગીરી દરમિયાન વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 409 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ઠંડાપીણા (જ્યુસ, લસ્સી, આઇસક્રીમ, શરબત, શિકંજી, બરફગોળા)ના 16, શેરડીનો રસ, મેંગો મિલ્કશેક અને તરબૂચના રસના 28, પનીર તથા દૂધ અને દૂધની બનાવટોના 88, મીઠાઈના 18, બેકરી પ્રોડક્ટ્સના 11, નમકીનના 45, બેસન, લોટ અને અનાજના 18, ખાદ્ય તેલના 12, મસાલાના 54 તેમજ અન્ય ખાદ્યપદાર્થોના 119 નમૂનાઓનો સમાવેશ થાય છે. 27 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત ચાલુ જૂન માસ દરમિયાન કુલ 27 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત જાહેર થયા હતા. જેમાંથી 26 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે એક નમૂનો આરોગ્ય માટે હાનિકારક જાહેર થતાં સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. 2,089 કિગ્રા અને 665 લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ ચેકિંગ દરમિયાન કુલ 307 નોટિસો ઇસ્યૂ કરવામાં આવી હતી. ઉપરાંત અંદાજે 2,089 કિગ્રા/665 લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા રૂ. 5,13,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 198 ટી.પી.સી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં મહાલક્ષ્મી તળાવ પાસે વટવા વિસ્તારમાં આવેલ "વીર આઝાદ કોલ્ડ્રીંક્સ ફ્રેશ જ્યુસ"માંથી લેવામાં આવેલ કાલાખટ્ટા શરબત (આઇસ ગોળા)નો નમૂનો અનસેફ જાહેર થયો હતો. સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા મુખ્ય નમૂનાઓમાં મેંગો શેક, મેંગો મિલ્કશેક, મન્ચુરિયન, પ્રોસેસ્ડ ચીઝ, પનીર, કાલા મરી પાઉડર, મીઠી ચટણી, રગડો, પાણીપુરીનું પાણી, મસાલા સહિત વિવિધ ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. ક્યાં ક્યાં એકમ સીલ
    Click here to Read More
    Previous Article
    નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પાણી પુરવઠા સંપની મુલાકાત લીધી:સુરેન્દ્રનગરના ફુલગ્રામ ખાતે ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું
    Next Article
    US-Iran War Highlights: Trump-Pezeshkian Sign Peace Deal At Palace Of Versailles - Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment