Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ નેતાઓ વલસાડ પ્રવાસે પહોંચ્યા:વાપી રેલવે સ્ટેશને કાર્યકર્તાઓએ પ્રદેશપ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટ ગુરુવારે વલસાડ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ વંદે ભારત ટ્રેન મારફતે વાપી રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા. વાપી રેલવે સ્ટેશને ભાજપના કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને ફૂલહાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન), વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા પ્રભારી વિનય શુક્લા તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. સ્ટેશન પર ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાઈ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રવાસ દરમિયાન જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા તેમજ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે વિવિધ બેઠકો યોજવામાં આવશે. પ્રદેશના શીર્ષ નેતાઓના આગમનને લઈને સમગ્ર વલસાડ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચિખલીમાં ચોરા ગ્રામ પંચાયતનો તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો:NOC અને પેઢીનામું આપવા માંગી હતી લાંચ, વચેટીયા સાથે ACB ટ્રેપમાં પકડાયો
    Next Article
    સુરેન્દ્રનગરમાં NEET પરીક્ષા કેન્દ્રોની મુલાકાત:કલેક્ટર, પોલીસવડાએ પારદર્શક આયોજન માટે વ્યવસ્થા સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment