Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિખલીમાં ચોરા ગ્રામ પંચાયતનો તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો:NOC અને પેઢીનામું આપવા માંગી હતી લાંચ, વચેટીયા સાથે ACB ટ્રેપમાં પકડાયો

    2 days ago

    નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને તલાવ ચોરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને એક વચેટીયાને રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી 18 જૂન, 2026ના રોજ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાંથી માટી કાઢવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં એન.ઓ.સી. (NOC) મેળવવા અરજી કરી હતી. આ અરજીના કામે એન.ઓ.સી., જરૂરી નકશો અને પેઢીનામું કરી આપવાના અવેજ પેટે તલાવ ચોરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ (ઉં.વ. 41) એ ફરિયાદી પાસે રૂપિયા 40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે ચિખલી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. એસીબીએ ચિખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરની દુકાન નં.12માં આવેલી 'શિવ ક્વોરી વર્ક્સ અને અનિરૂધ્ધ કન્સ્ટ્રક્શન'ની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન તલાટી કમલેશ દેસાઇના કહેવાથી વચેટીયા ગોકુળભાઇ બુધાભાઇ પટેલ (ઉં.વ. 57, પ્રજાજન) એ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 40,000 સ્વીકારી હતી. નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને સ્થળ પરથી જ લાંચની પૂરેપૂરી રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબીએ રૂ. 40,000ની રકમ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Cross-voting from JDS, BJP helps Congress win five of seven legislative council seats in Karnataka
    Next Article
    ભાજપ પ્રદેશ નેતાઓ વલસાડ પ્રવાસે પહોંચ્યા:વાપી રેલવે સ્ટેશને કાર્યકર્તાઓએ પ્રદેશપ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment