Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોળિયો કરડવાથી સિરોહીની મહિલાને હડકવા થયો:બનાસ હોસ્પિટલમાં દાખલ, ડોક્ટરોએ કહ્યું આવો પ્રથમ કેસ; સ્થાનિક હોસ્પિટલે માત્ર એક ડોઝ આપ્યો હતો

    2 days ago

    પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે. નોળિયો કરડતા સ્થાનિક હોસ્પિટલે પહેલો ડોઝ આપ્યો, બાદમાં કહ્યું જરૂર નથી માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી. પાલનપુર સિવિલમાં હડકવાનું નિદાન થયું તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું. આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો : ડૉ.સુનીલ જોશી બનાસ મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, તેમના તબીબી જીવનમાં આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી નોળિયાના કરડવાથી કોઈ દર્દીને હડકવા થયો હોય તેવો કિસ્સો તેમણે ક્યારેય જોયો નથી. હાલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ રેબીઝ સામેની સારવારમાં સંપૂર્ણ રસીકરણનું મહત્વ ફરી એકવાર ઉજાગર કર્યું છે. પશુના કરડ્યા બાદ તબીબની સલાહ મુજબ એન્ટી-રેબીઝ વેક્સિનનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો કેટલો જરૂરી છે, તે આ કિસ્સો સ્પષ્ટ કરે છે.
    Click here to Read More
    Previous Article
    પતિની હત્યા કરનાર પત્નીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી:2 વર્ષ પહેલા સોખડાની ફેક્ટરીના રૂમમાં પત્નીએ પાઈપના ફટકો માથાના મારતા પતિનું મોત થયું હતું, 5 હજારનો દંડ પણ ફટકાર્યો, વડોદરા કોર્ટનો ચૂકાદો
    Next Article
    પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું છતાં તંત્ર ઉદાસીન:તંત્રની ઘોર ઉદાસીનતા સામે આંદોલનની ચીમકી, વોટર વર્ક શાખાના અધિકારીનું મૌન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment