Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું છતાં તંત્ર ઉદાસીન:તંત્રની ઘોર ઉદાસીનતા સામે આંદોલનની ચીમકી, વોટર વર્ક શાખાના અધિકારીનું મૌન

    2 days ago

    ​એક તરફ સરકાર દ્વારા લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરતી માત્રામાં મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જનતાને પૂરતી સુવિધા આપવામાં ઉણા ઉતર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની પાઇપલાઇન પાછળ કરોડો રૂપિયાનો આંધણ તો કરવામાં આવ્યો છે પરંતુ, એન્જિનિયરોની અણઆવડત અને નીતિ નિયમો વિરુદ્ધ કરવામાં આવેલા નબળા કામોને કારણે આજે નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. હાલમાં શહેરના ગંધ્રપવાડા વિસ્તારના રહીશો તંત્રની આ જ અણઆવડતના લીધે નળમાં આવતા અતિશય દુર્ગંધ મારતા અને ખરાબ પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ આ ગંભીર બાબતે રજૂઆત કરવા છતાં મનપાના કોઈ પદાધિકારી કે ઉચ્ચ અધિકારી લોકોની વેદના અને સમસ્યા સાંભળવા પણ તૈયાર નથી, જેને પગલે સ્થાનિક જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ​અમારે અમારું જીવન કેવી રીતે ચલાવવું? આ મામલે રહીશ નવનીત શાહે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અહીં પાણી અતિશય ખરાબ આવી રહ્યું છે. જ્યારે નેતાઓ અમારી પાસે ચૂંટણીમાં મત માંગવા આવ્યા ત્યારે અમે ખોબે ને ખોબે મતો આપીને આ વિસ્તારમાંથી ભાજપના ચારે ચાર કોર્પોરેટરોને વિજયી બનાવ્યા હતા. અમારી નમ્ર વિનંતી છે કે અહીં પાણી અતિશય દૂષિત છે કારણ કે, પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનની અંદર ગટરની લાઇન મિક્સ થઈ ગઈ છે. જો ગટરનું પાણી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. હવે ચોમાસું બિલકુલ માથે છે અને વરસાદમાં સામાન્ય રીતે પણ ખરાબ પાણી આવતું હોય છે, ત્યારે અત્યારથી જ જો ગટરનું પાણી નળમાં આવતું હોય તો અમારે અમારું જીવન કેવી રીતે ચલાવવું અને અમારા નિર્દોષ બાળકોને આ ગંદુ પાણી કેવી રીતે પાવું તે એક મોટો સવાલ છે. તાત્કાલિક સમસ્યાનો નિવેડો નહી આવે તો અધિકારીઓનો ઘેરાવ કરવો પડશે અમે સ્થાનિક કોર્પોરેટર, પદાધિકારીઓ અને સત્તાધિકારીઓ બંનેને આ અંગે વારંવાર કીધું છે પણ ક્યાંયથી કોઈ નિવેડો આવ્યો નથી. કોર્પોરેટરનું તો જાણે તંત્રમાં કોઈ સાંભળતું જ ન હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે કોર્પોરેટર ખુદ શનિવારે સવારના પોરમાં અહીં ઊભા રહીને પરબવાળા રોડ પર ખોદકામ કરાવતા હતા, તેમ છતાં હજી સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જો તાત્કાલિક ધોરણે નિવેડો નહીં આવે તો અમારે પદાધિકારીઓ અને સત્તાધિકારીઓનો ઘેરાવ કરવો પડશે, મનપા કચેરીએ ધરણા પર બેસવું પડશે અને આગળના ઉગ્ર કાર્યક્રમો યોજવાની અમને ફરજ પડશે. અસહ્ય વાસ આવે છે, હવે ઘરમાં રહેવું પણ અઘરું પડી ગયું ​સ્થાનિક રહીશ બ્રિજેશ મંગલાણીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી નળના પાણીમાં અતિશય દુર્ગંધ આવી રહી છે અને આખું કાળું પાણી વહી રહ્યું છે. આ પાણી પીવાની વાત તો બહુ દૂર રહી, પરંતુ ઘરના અન્ય વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પાણીની લાઈનમાંથી અને ઘરના ટાંકાઓમાંથી એટલી બધી અસહ્ય વાસ આવે છે કે હવે ઘરમાં રહેવું પણ અઘરું પડી ગયું છે. આ દૂષિત પાણીના હિસાબે જો વિસ્તારમાં કોઈ પણ મોટી રોગચાળાની મહામારી ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ રહેશે તે તંત્રએ સ્પષ્ટ કરવું જોઈએ. આ બાબતની જાણ અમે અગાઉ સ્થાનિક કોર્પોરેટરને એક વખત કરેલી છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્ર તરફથી એમાં કોઈ પણ જાતનો નીચોડ કે હકારાત્મક ઉકેલ આવ્યો નથી. અમારી માંગ છે કે વહેલાસર કંઈક યોગ્ય ઉકેલ લાવવામાં આવે જેથી કરીને આગળ કોઈ બીમારી ન ફેલાય, નહીંતર આગળ જતા તંત્ર અને અમે બંને મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું. જો આગામી દિવસોમાં આનો કાયમી નિકાલ નહીં આવે તો અમારે નગરપાલિકા સક્ષમ ધરણા દેવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં. ​અમારે નગરપાલિકાએ રૂબરૂ આવીને ત્યાં જ ધરણા પર બેસવું પડશે સ્થાનિક મહિલા કૈલાસબેન રાઠોડે નળના ગંદા પાણી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અમારે ત્યાં જે પાણી આવે છે તે બહુ જ ગંદુ અને દૂષિત આવે છે. છેલ્લા 10 દિવસથી આ પાણી સતત ખરાબ આવી રહ્યું છે અને નળ ચાલુ થાય ત્યારે પાણીની દુર્ગંધને કારણે અમે ઘરમાં સાવ રહી શકતા નથી. હવે ગણતરીના દિવસોમાં ચોમાસું બેસી જશે ત્યારે જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારા નાના બાળકો બીમાર પડી જશે. બાળકો આ ગંદુ પાણી પીવે તો ચોક્કસપણે બીમાર પડે જ, અમને અમારી ચિંતા નથી પણ બાળકોને તો તકલીફ પડે ને! આથી, ચોમાસું સત્તાવાર રીતે શરૂ થઈ જાય તે પહેલાં વહેલાસર આ નળની લાઈનનું સમારકામ કરીને બધું કામ સરસ રીતે પૂરું કરી દેવામાં આવે તેવી અમારી વિનંતી છે.અમે સત્તાધીશોને અત્યાર સુધીમાં બે-બે વખત રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ. જો આટલી આજીજી કર્યા છતાં પણ તંત્ર દ્વારા આ લાઈન સમી કરવામાં નહીં આવે તો અમારે નગરપાલિકાએ રૂબરૂ આવીને ત્યાં જ ધરણા પર બેસવું પડશે અને તંત્ર સાથે ઉગ્ર માથાકૂટ કરવાની ફરજ પડશે. આ સમગ્ર મામલે દિવ્યભાસ્કરે જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના જવાબદાર ઈજનેર અલ્પેશ ચાવડા સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારી બાબુઓએ પોતાની નિત્યક્રમ મુજબની ઉદાસીનતા જાળવી રાખી હતી અને જનતાના સવાલોના જવાબ આપવાને બદલે ઈજનેર અલ્પેશ ચાવડાએ પોતાનો મોબાઈલ કોલ રિસીવ કરવાનું ટાળ્યું હતું, જેને કારણે મનપાના અધિકારીઓ લોકોની સમસ્યા પ્રત્યે કેટલા ગંભીર છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    નોળિયો કરડવાથી સિરોહીની મહિલાને હડકવા થયો:બનાસ હોસ્પિટલમાં દાખલ, ડોક્ટરોએ કહ્યું આવો પ્રથમ કેસ; સ્થાનિક હોસ્પિટલે માત્ર એક ડોઝ આપ્યો હતો
    Next Article
    કેશોદમાં કુટણખાના પર પોલીસનો દરોડો:પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ, દેહવ્યાપાર કરાવતી મુખ્ય સંચાલિકા સહિત 4 સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment