Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની હત્યા કરનાર પત્નીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી:2 વર્ષ પહેલા સોખડાની ફેક્ટરીના રૂમમાં પત્નીએ પાઈપના ફટકો માથાના મારતા પતિનું મોત થયું હતું, 5 હજારનો દંડ પણ ફટકાર્યો, વડોદરા કોર્ટનો ચૂકાદો

    2 days ago

    વડોદરાના સોખડા ગામ પાસે આવેલી એક પ્લાસ્ટિક પ્રોસેસિંગ ફેક્ટરીમાં દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ પાઈપના ફટકાથી પતિની હત્યા કરી નાખી હતી. આ કેસમાં વડોદરા કોર્ટે ચુકાદો આપતાં આરોપી પત્નીને પત્ની હત્યાના બદલ દોષિત ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેક્ટરીના માલિક મહેન્દ્રભાઈ પટેલે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સોખડાથી હરીધામ જતાં માર્ગ પર આવેલી ‘કુબેર એક્ઝીમ’ નામની ફેક્ટરી ચલાવે છે. ફેક્ટરીમાં કામ કરતા રજાકખાન રમઝાનખાન તેની પત્ની રઈશાબાનુ અને દોઢ વર્ષના પુત્ર સાથે ફેક્ટરીના આગળના ભાગે આવેલા રૂમમાં રહેતા હતા. તા.13 જુલાઈ, 2024ની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મધરાત્રિ બાદ માલિક તાત્કાલિક ફેક્ટરી પર પહોંચ્યા ત્યારે રજાકખાન લોહીલુહાણ હાલતમાં પલંગ પર મૃત હાલતમાં પડ્યો હતો અને નજીકમાં લોહીથી ખરડાયેલી પાઈપ મળી આવી હતી. તપાસ દરમિયાન રઈશાબાનુએ જણાવ્યું હતું કે, પતિ વારંવાર ઝઘડો કરતો હતો. ઘટનાની રાત્રે પણ ઝઘડો થતાં પતિ પાઈપ લઈને આવ્યો હતો અને ધમકી આપી હતી. આ દરમિયાન તેણે પાઈપ વડે પતિના માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ ભાન આવતા પતિ મૃત હાલતમાં જોવા મળ્યો હતો. મંજુસર પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ કોર્ટે ઘટનાના સંજોગો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી રઈશાબાનુને હત્યાના બદલ દોષિત ઠેરવી હતી. કોર્ટે રઈશાબાનુને કલમ 105 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ તથા 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવાની રહેશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ 6 માસની સખ્ત કેદ અને રૂ.500 દંડની સજા પણ ફટકારવામાં આવી છે. દંડ નહીં ભરાય તો વધુ 15 દિવસની સાદી કેદ ભોગવવાનો આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના યવસ્તેશ્વર મહાદેવની જમીનનો મામલો:હાઈકોર્ટે રાજવી પરિવારનો જમીન માલિકીનો દાવો નકાર્યો, વડોદરા કોર્ટના 35 વર્ષ જૂના આદેશને માન્ય રાખ્યો
    Next Article
    નોળિયો કરડવાથી સિરોહીની મહિલાને હડકવા થયો:બનાસ હોસ્પિટલમાં દાખલ, ડોક્ટરોએ કહ્યું આવો પ્રથમ કેસ; સ્થાનિક હોસ્પિટલે માત્ર એક ડોઝ આપ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment