Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાકુ વડે ઘાતકી હુમલો:વારસિયામાં રાત્રે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર ચપ્પુ અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવક હાલ એસ.એસ.જી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. આ મામલે વારસિયા પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યશ ચાવલાએ તેને રસ્તામાં રોક્યો હતો મળતી માહિતી અનુસાર, વારસિયા વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા રોહીત રામઅવતાર શર્મા ગત રાત્રે સાડા દસેક વાગ્યાની આસપાસ તેમના મિત્ર હેરી ઉર્ફે હિમાંશુના ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રે સાડા બારેક વાગ્યે રોહીત શર્મા પોતાની જ્યુપીટર મોપેડ પર અને હેરી તેની ફોર વ્હીલર ગાડી લઈને બહાર જમવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે હરી સેવા સ્કૂલ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી યશ ચાવલા નામનો શખ્સ પોતાની સફેદ કલરની ફોર વ્હીલર ગાડી લઈને આવ્યો હતો અને તેમને રસ્તામાં રોક્યા હતા. હુમલા બાદ ત્રણેય શખ્સો ભાગી છૂટ્યા યશ ચાવલાએ હેરી ઉર્ફે હિમાંશુ સાથે બોલાચાલી શરૂ કરી હતી. થોડીવારમાં હેરી ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી ગયો હતો, પરંતુ યશ ચાવલાએ રોહીત શર્માને ત્યાં જ રોકી રાખ્યો હતો. યશ ચાવલાએ રોહીતને પકડી રાખી ગાળાગાળી કરી હતી. આ દરમિયાન તેની સાથે આવેલા રોહિત મારવાડી નામના શખ્સે ચપ્પુ વડે હુમલો કરીને રોહીત શર્માને ડાબા હાથ પર, છાતીના ભાગે તેમજ જમણા હાથના કાંડા પર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે તેમની સાથેના ત્રીજા શખ્સ રણજીત રાજપૂતે રોહીત સાથે છૂટા હાથે મારપીટ કરી હતી. હુમલો કર્યા બાદ આ ત્રણેય શખ્સો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હુમલાનો ભોગ બનેલ રોહીત શર્મા જેમ-તેમ કરીને પોતાના મિત્ર હેરીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં હેરીએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને તેને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી નદી ખાલી કરાતા હજારો માછલીઓના મોત:સુભાષબ્રિજ પાસે દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મરેલી માછલીઓ બજારમાં વેચાતી હોવાનો આક્ષેપ
    Next Article
    નવસારીમાં 90 વર્ષ જૂનું આદિવાસી આવાસ તોડાયું:સમાજે કલેક્ટરને આવેદન આપી સુપ્રીમ કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment