Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી નદી ખાલી કરાતા હજારો માછલીઓના મોત:સુભાષબ્રિજ પાસે દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મરેલી માછલીઓ બજારમાં વેચાતી હોવાનો આક્ષેપ

    10 hours ago

    અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી હાલમાં એક ગંભીર પર્યાવરણીય અને આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરી રહી છે. વાસણા બેરેજના દરવાજા બદલવાની અને જૂના સુભાષ બ્રિજને તોડવાની ચાલી રહેલી કામગીરીના કારણે નદીના પાણીને ખાલી કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન યોગ્ય આયોજનના અભાવે સુભાષબ્રિજ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક હજારો માછલીઓના સામૂહિક મોત નિપજ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, તંત્રની ઘોર બેદરકારી નદી સુકાઈ જતાં પાણીના નાના-નાના ખાબોચિયામાં ઓક્સિજનની અછતને કારણે માછલીઓ ટપોટપ મરી રહી છે. નદીના પટમાં મૃત માછલીઓના ઢગલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સ્થાનિક નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે, "રિવરફ્રન્ટ પર આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના સત્તાધીશો દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. જો તાત્કાલિક આ માછલીઓનો નિકાલ નહીં કરાય તો શહેરમાં મોટી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે." ડફનાળાથી સુભાષબ્રિજ સુધી અસહ્ય દુર્ગંધ, સ્થાનિકોમાં રોષ નદીમાં સતત સડી રહેલી માછલીઓના કારણે ડફનાળા રિવરફ્રન્ટથી લઈને સુભાષબ્રિજ તરફ જતા સમગ્ર માર્ગ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે આવતા લોકો અને આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. તંત્રની આ ઢીલી નીતિ અને ઉદાસીનતા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. મરેલી માછલીઓ બજારમાં વેચવાનો પ્રયાસ? સ્થાનિકો દ્વારા એક ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, નદીમાં બિનવારસી પડેલી આ મરેલી માછલીઓને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે અને તેને સ્થાનિક બજારોમાં સસ્તા ભાવે વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આ દૂષિત અને સડેલી માછલીઓ લોકોના ખોરાકમાં જશે, તો નાગરિકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. મુખ્ય મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિ: હવે જોવાનું એ રહ્યું કે, સોશિયલ મીડિયામાં આટલો મોટો મુદ્દો ગાજ્યા બાદ અને સ્થાનિકોના આક્રોશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘમાંથી જાગીને નદીની સફાઈ અને માછલીઓના યોગ્ય નિકાલ માટે ક્યારે કડક પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 32,000 થી વધુ ખેડૂતોને 2723 લાખની સહાય:બાગાયતી ખેતી અપનાવી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા
    Next Article
    ચાકુ વડે ઘાતકી હુમલો:વારસિયામાં રાત્રે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment