Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 90 વર્ષ જૂનું આદિવાસી આવાસ તોડાયું:સમાજે કલેક્ટરને આવેદન આપી સુપ્રીમ કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી

    8 hours ago

    નવસારીના લુન્સીકુઈ પાસે આવેલી સહયોગ સોસાયટીમાં 90 વર્ષ જૂનું એક આદિવાસી પરિવારનું આવાસ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીને કારણે રાઠોડ પરિવાર બેઘર બન્યો છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર આદિવાસી સમાજ મેદાનમાં આવ્યો છે અને નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સમાજે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. પીડિત રાઠોડ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 90 વર્ષથી આ જમીન પર વસવાટ કરી રહ્યા છે અને પૂજા-પાઠ તેમજ લોકસેવાની પ્રવૃત્તિઓ કરતા હતા. ત્રણ દિવસ અગાઉ માર્ગ અને મકાન વિભાગની ટીમે અચાનક કાર્યવાહી કરીને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને મકાન જમીનદોસ્ત કરી દીધું હતું. વહીવટી તંત્ર દ્વારા આ પરિવારને 'દબાણકર્તા' ગણાવવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આદિવાસી સમાજ આ દેશનો 'મૂળ નિવાસી' છે, કોઈ દબાણકર્તા નથી. વહીવટી તંત્ર દ્વારા આદિવાસીઓને દબાણકર્તા ગણાવવા સામે સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી આગેવાનોએ વહીવટી તંત્રને આપેલી લેખિત રજૂઆતમાં બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારો, વનાધિકાર અધિનિયમ (Forest Rights Act) અને પેસા એક્ટ (PESA Act)નો હવાલો આપ્યો છે. તેમણે બંધારણની કલમો હેઠળ મળેલા 'ગૌરવપૂર્ણ જીવન અને રહેઠાણના અધિકાર'નો મુદ્દો ઉઠાવ્યો છે. વનાધિકાર અધિનિયમની જોગવાઈઓ મુજબ, તેઓ શહેરી કે સરકારી જમીન પર પણ કાયમી કબજો મેળવવા હકદાર હોવાનો દાવો કરાયો છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ પોતાના અસ્તિત્વ અને હકોની રક્ષા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા પણ અચકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ચાકુ વડે ઘાતકી હુમલો:વારસિયામાં રાત્રે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    घुटनों पर आया सुपरपावर, 110 दिन बाद ईरान की जीत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment