Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વંદે ભારત ટ્રેનમાં નવસારી આવશે:રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાશે

    12 hours ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ત્રિ-દિવસીય નવસારી પ્રવાસ આજે શરૂ થશે. મુખ્યમંત્રી આજે સાંજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા નવસારી પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતીના મહા-અભિયાનમાં જોડાશે. આ વીઆઈપી પ્રવાસને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. નવસારી મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તથા સફાઈ કામગીરીને આખરી ઓપ અપાયો છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીના સ્વાગત માટે શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન શરૂ કરાયું છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા રેલવે સ્ટેશન આસપાસથી લારી-ગલ્લા હટાવી દેવાયા છે. શહેરના પ્રમુખ તળાવ વિસ્તારમાં પણ ખાસ સફાઈ અને સુશોભનની તૈયારીઓ કરાઈ છે. નિયત શેડ્યૂલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5:25 કલાકે અમદાવાદ-મુંબઈ 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેન દ્વારા નવસારી રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. સામાન્ય નાગરિકની જેમ ટ્રેનમાં સફર કરવાના તેમના અભિગમની પ્રશંસા થઈ રહી છે. સુરક્ષા માટે જલાલપોર પોલીસ મથકની ટીમ એલર્ટ પર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્યમંત્રીનો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે: 18 જૂને સાંજે નવસારી સ્ટેશને આગમન બાદ તેઓ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે જવા રવાના થશે. રાત્રે પાણીખડક ગામે 'એક પેડ મા કે નામ' અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે, રાત્રિ ગ્રામસભામાં હાજરી આપશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 19 જૂને સવારે તેઓ યોગાભ્યાસમાં સહભાગી બનશે. બપોરે ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે 'પ્રાકૃતિક કૃષિ સંવાદ' અને 'ગ્રામ કલ્યાણ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધશે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લાંબા સમયથી ખેડૂતોને કેમિકલમુક્ત અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી રહ્યા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહા-અભિયાનમાં સક્રિયપણે જોડાયા છે. સુરખાઈ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમને આધુનિક અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ગ્રામ્ય પોલીસે 22 આરોપીની ધરપકડ કરી'તી:રૂ.2500 કરોડના સાઈબર કૌભાંડમાં 5 આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતી સેશન્સ કોર્ટ
    Next Article
    'જાન દેંગે, જમીન નહીં દેંગે', VIDEO:હજીરા કાંઠાના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ મોરચો, ટેનાખાડી અને પર્યાવરણ બચાવવા ઉગ્ર માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment