Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિ. કેમ્પસમાં સિંહે શિકાર કર્યો,VIDEO:લોકોની અવરજવર વચ્ચે મિજબાની માણી, વિદ્યાર્થીઓમાં ફફડાટ; વન વિભાગ એક્શનમાં

    7 hours ago

    જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સિંહને શિકાર કરી મિજબાની માણતો જોયો હતો. વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં સિંહના શિકારના દ્રશ્યો કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અધૂરા નિર્માણ વચ્ચે જીવના જોખમે અભ્યાસ યુનિવર્સિટીની આ નવી બિલ્ડિંગમાં હજુ ઘણી કામગીરી બાકી હોવા છતાં વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ બિલ્ડિંગને હજુ સુધી ફાયર સેફ્ટીની મંજૂરી પણ મળી નથી. 15 દિવસ અગાઉ જ આ બિલ્ડિંગમાં પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ યોજાઈ હતી, જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કેમ્પસની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. પ્રોટેક્શન વોલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર જંગલ નજીક હોવાથી સિંહ વારંવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. યુનિવર્સિટીની સુરક્ષા માટે ચારેય બાજુ પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ઝડપથી શરૂ કરાશે અને તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કેમ્પસમાં સિંહ દેખાતાં જ વન વિભાગને જાણ કરાતાં ટીમે સ્થળ પર પહોંચી સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. વન વિભાગે સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી જૂનાગઢ વન વિભાગના RFO ગુલાબબેન સુહાગીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દેખાયાનું ધ્યાને આવતાં જ તાત્કાલિક સ્ટાફ મોકલી દેવામાં આવ્યો હતો. હાલ સિંહને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ગિરનાર જંગલ સિંહનું કુદરતી નિવાસસ્થાન હોવાથી તેઓ અવારનવાર રેવન્યુ વિસ્તાર તરફ આવી જાય છે, જેમને વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે જંગલ તરફ વાળવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં PM મોદીના જન્મદિવસે રક્તદાન-નિદાન કેમ્પ:60થી વધુ લોકોએ રક્તદાન કર્યું, સગર્ભા બહેનોને કિટ અપાઈ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા હાજર રહ્યા
    Next Article
    સાઉથ બોપલની ગાર્ડન રેસીડેન્સી-1માં સુંદરકાંડ પાઠનું આયોજન:ગણેશોત્સવ દરમિયાન રેણુકાબેનના સુમધુર કંઠે ભક્તિમય માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment