Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ગ્રામ્ય પોલીસે 22 આરોપીની ધરપકડ કરી'તી:રૂ.2500 કરોડના સાઈબર કૌભાંડમાં 5 આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતી સેશન્સ કોર્ટ

    11 hours ago

    રાજકોટ જિલ્લાના સૌથી મોટા સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદની જામીન અરજી પર સુનાવણી આપી અરજી ફગાવવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત પ્રથમ 1500 કરોડના કૌભાંડમાં 10 આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ દરમિયાન વધુ 12 મળી કુલ 22 આરોપી સામે ગુનો નોંધી રૂ.2500 કરોડના સાઈબર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ 22 પૈકી 5 આરોપી દ્વારા જેલમાંથી છૂટવા માટે જામીન અરજી કરવામાં આવી હતી. જો કે, કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલોના અંતે ભોગ બનનાર સામાન્ય નાગરિકોને છેતરવા માટે વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાયેલ ગુનાહિત પદ્ધતિઓની ગંભીર નોંધ લઈ અધિક સેશન્સ જજ દ્વારા પાંચેય આરોપીની જામીન અરજીઓ રદ કરવામાં આવી છે. પાંચ આરોપીએ જામીન અરજી દાખલ કરી હતી રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગેમિંગ અને "મ્યુલ એકાઉન્ટ' મારફત નિર્દોષ નાગરિકો પાસેથી રૂપિયા મેળવી રૂ. 2500 કરોડનુ કૌભાંડ આચરનાર મુખ્ય 10 આરોપી વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બની પોલીસે ફરિયાદ નોંધી હતી. 10 આરોપી સામે ગુનો નોંધ્યા બાદ પોલીસ તપાસ દરમિયાન અન્ય 12 આરોપી અસરકારક રીતે સંકળાયેલ છે અને તેઓ પણ નાના-મોટા અંશે રૂ. 2500 કરોડના કૌભાંડનાં સીધા લાભાર્થી છે. જેથી કુલ 22 આરોપી સામે પોલીસ તપાસ થયા બાદ 10 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 5 આરોપીએ ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ દાખલ કરી હતી. નાગરિકોને નફાની લાલચ આપી દસ્તાવેજો પડાવ્યાં આરોપી ઋષિત રૈયાણી, અદિલુદિન મહંમદ, હિરેન લીંબાસીયા, મનજીતસિંગ ચૌહાણ અને મયુરસિંહ વાઘેલાએ મોટુ કમિશન મેળવી તેઓને નાણા પરત ન અપાવી કૌભાંડ કર્યું છે. જેમાં સફાઈ કામદાર જેવા સામાન્ય નાગરિકને લાખોની કમાણી થશે તેવી લાલચ આપી તેમના ધંધાના રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજો મેળવી તેઓની જાણ બહાર બેંકમાં ખાતા ખોલાવી તેઓની સહીના ખોટા નમુના રજુ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હોવાના આક્ષેપો થયા હતા. ચાર્જશીટ પાયાવિહોણી હોવાની આરોપીઓના વકીલની બચાવ દલીલ આરોપી તરફે જામીન અરજીના સમર્થનમાં રજૂઆતો કરવામાં આવી હતી કે, સરકારે દાખલ કરેલ આ ફોજદારી કેસમાં આરોપી વિરુદ્ધ બેંકમાંથી પૈસા ઉપાડ્યાં હોવાનું, કોઈ થાપણદારને ડિપોઝિટ કરાવવા જણાવ્યું હોવાનુ, બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કોઈને સમજાવટ કે દબાણ કર્યા હોવાનુ તમામ પોલીસ પેપર્સમાં જણાતુ નથી. આ કારણે તમામ આરોપીઓ વિરુદ્ધનો કેસ અને તેઓ સામે રજૂ થયેલ ચાર્જશીટ પાયાવિહીન અને ગેરકાનૂની છે. નેશનલ પોર્ટલની વિગતો અને સરકારી વકીલની ધારદાર દલીલો જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરોએ રજૂઆત કરતા જણાવ્યું કે, આ કેસમાં નેશનલ પોર્ટલની વિગતો તપાસતા ઘણા બધા બેંક ખાતાઓ અંગે સંખ્યાબંધ ફરિયાદો થયેલ છે. આ વિગતોના આધારે ખાતાધારકોનો સંપર્ક કરતા તેઓને આ ખાતાઓ અંગે કોઈ માહિતી નથી તેમ જણાવ્યું છે અથવા આ બેંક ખાતાઓ ખોલવા માટે તેઓને માસિક રૂ.15,000 આપવામાં આવે છે અને તેમના આ ખાતાનો ઉપયોગ આરોપીઓ કરે છે. આ મુજબની વિગતો મળતા ફરિયાદ દાખલ કરતી વખતે 10 આરોપી મળી આવ્યા હતા, જેમની ધરપકડ કર્યા બાદ તેમની રિમાન્ડ દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓના આ બેંક ખાતાઓનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે, તે જણાવ્યું હતું. કોર્ટે સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવી આ રીતે આરોપીઓએ જણાવેલ વિગતોના આધારે આ કૌભાંડ આચરવામાં બેંક કર્મચારીઓ પણ સામેલ હોવાનુ જણાવ્યું હતુ. જેમાં બેંક કર્મચારીઓએ પણ અલગ-અલગ વ્યકિતઓના નામે તેમની જાણ બહાર બેંક ખાતાઓ ખોલી આપી તેને ગુરકાનુની ઉપયોગ કરવામાં મદદગારી કરી છે. સાઈબર ફ્રોડ જેવા ગુનાઓમાં કોઈ વ્યકિત સામે સીધો પુરાવો ન હોય શકે. આવા ગુનાઓમાં સરકાર ફક્ત તેટલુ જ બતાવવાનુ હોય છે કે ગુનો આચરવામાં આવ્યો છે. બેંક ખાતાધારકોને આ બેંક ખાતાની જાણ નથી અથવા આ ખાતુ ખોલાવનાર તરીકે અન્ય વ્યકિત છે, તેટલો જ માત્ર મૌખિક પુરાવો આરોપીની જામીન અરજી રદ કરવા માટે આ તબકકે પુરતો છે. સરકાર તરફેની આ રજૂઆતોના અંતે અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થ સાહેબે 22 આરોપીમાંથી 5 આરોપીએ રજૂ કરેલ જામીન અરજી રદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં બોલેરો ખીણમાં ખાબકી, 7નાં મોત:મૃતકોમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ; મુંડન સંસ્કારથી પરત ફરતી વખતે અકસ્માત
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વંદે ભારત ટ્રેનમાં નવસારી આવશે:રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment