Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના ખેડૂતો જોડાશે‎:ટ્રેક્ટર રેલી અટક્યા બાદ જેતપરમાં ખેડૂતોનું‎ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન‎

    13 hours ago

    મોરબી જિલ્લાના જેતપર ગામથી શરૂ થયેલી વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતોની લડત હવે વધુ ઉગ્ર બનવા જઈ રહી છે. 15 જૂને ગાંધીનગર કૂચ માટે નીકળેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલીને અમદાવાદ નજીક પોલીસે અટકાવ્યા બાદ જેતપરના ખેડૂતો દ્વારા આગામી રણનીતિ ઘડી આમરણાંત ઉપવાસ આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તા. 18 જૂનથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાશે. ઉપવાસી છાવણી ખાતે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આંદોલનનો પ્રારંભ કરાવાશે. ખેડૂતોની માંગ છે કે ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીની વીજ લાઇન માટે યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે. આંદોલનકારીના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ આ લડતમાં જોડાશે. પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ વ્યાપક બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ લાઇનના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવ્યા હોવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષનું પ્રમાણ પણ વધ્યું છે. હક્ક માંગીએ છીએ, ભીખ નહીં આ આમરણાંત ઉપવાસ આંદોલન અનિશ્ચિત મુદત માટે છે. ખેડૂતો પોતાની વાજબી માંગ માટે મક્કમ છે. આ લડત સંપૂર્ણપણે બિનરાજકીય છે અને હજારો ખેડૂતો તેમાં જોડાશે. ખેડૂતોને ન્યાય આપવા સરકારને યોગ્ય નિર્ણય લેવો જ પડશે. > મેહુલ જાકાસણિયા, ખેડૂત, જેતપર ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે‎ જેતપર સહિતના ખેતરોમાં વીજપોલ માટે ખાડા ખોદી દેવામાં આવ્યા છે. પોતાની જ જમીનમાં જવા માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. પ્રશ્નના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છતાં હજુ સુધી ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. > હિરેન અઘારા , ખેડૂત, જેતપર
    Click here to Read More
    Previous Article
    ઝઘડા થાય એટલે પત્નીને ભૂવા જોડે લઈ જઈ વિધિ કરાવે:પાદરામાં સુવાવડ માટે આવેલી દીકરી સાથે મારપીટ કરી, અંધશ્રદ્ધામાં પત્નીને હેરાન કરતા પતિને અભયમે પાઠ ભણાવ્યો
    Next Article
    ખેડૂતના કુટુંબીએ પણ રસ્તાના મુદ્દે ઝેર પી આપઘાત કર્યો:વડિયામાં ખેડૂતે મામલતદારને કહ્યું, રસ્તાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઝેરી દવા પી જઈશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment