Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતના કુટુંબીએ પણ રસ્તાના મુદ્દે ઝેર પી આપઘાત કર્યો:વડિયામાં ખેડૂતે મામલતદારને કહ્યું, રસ્તાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઝેરી દવા પી જઈશ

    12 hours ago

    વડીયા ગામે ત્રણેક દિવસ પહેલા મનસુખભાઈ સોજીત્રા નામ ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે કલાકોની જહેમત બાદ મહામુસીબતે મૃતકના પરિવારની ફરિયાદ નોંધી હતી. 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવા આગ્રહ કરાતો હોવા છતાં માત્ર 2 વિરુદ્ધ ફરિયાદ પોલીસે લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અહીં દોડી આવ્યા હતા જેની હાજરીમાં અન્ય એક ખેડૂતે પણ રસ્તાના મુદ્દે ઝેરી દવા પીવાની ચીમકી ઉચ્ચારી હતી. મામલતદાર અને પ્રાંત કલેક્ટર દ્વારા હુકમ થયો હોવા છતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી જમીનનો રસ્તો કરી ન આપતા જીવરાજભાઈ સોજીત્રા પણ ઝેરી દવા પી આત્મહત્યા કરશે તેવું જણાવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વડીયા મામલતદારને રૂબરૂ બોલાવેલ અને સમગ્ર હકીકત ખેડૂતે જણાવેલ હતી. અન્યથા ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની ચીમકી મામલતદારને આપી હતી ત્યારે 3- 4 દિવસમાં જમીનના પ્રશ્નના નિરાકરણ કરવાની ખાત્રી મામલતદાર યોગેશ બારડે આપી હતી. મામલતદારે બુધવારે ખેડૂતને રૂબરૂ બોલાવ્યા હતા અને 2022માં જમીન બાબતે જે હુકમ થયો હતો તેનું મામલતદાર કચેરી દ્વારા સંપૂર્ણ પાલન કરાયું છે તેવી સમજ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના ખેડૂતો જોડાશે‎:ટ્રેક્ટર રેલી અટક્યા બાદ જેતપરમાં ખેડૂતોનું‎ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન‎
    Next Article
    AP Inter Supplementary Results 2026 To Be Declared Today: Here's How To Download Scorecard

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment