Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડા થાય એટલે પત્નીને ભૂવા જોડે લઈ જઈ વિધિ કરાવે:પાદરામાં સુવાવડ માટે આવેલી દીકરી સાથે મારપીટ કરી, અંધશ્રદ્ધામાં પત્નીને હેરાન કરતા પતિને અભયમે પાઠ ભણાવ્યો

    20 hours ago

    વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને પોતાના પતિ દ્વારા લાંબા સમયથી માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ માહિતી મળતાં અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં ઝઘડા થાય એટલે ભૂવા જોડે લઈ જઈ વિધિ કરાવે મળતી વિગતો અનુસાર, પીડિત સિનિયર સિટિઝન મહિલાને તેના પતિ પાંચથી છ વર્ષથી માનસિક ત્રાસ આપતો હતો. પતિ તેમને શંકાની નજરે જુએ છે, હેરાન કરે છે અને ઘરમાં ઝઘડા થાય ત્યારે તેમને ‘ભૂવા જાગરીયા’ પાસે લઈ જઈ અંધશ્રદ્ધાપૂર્ણ ક્રિયાઓ કરાવે છે. આ ઉપરાંત પતિ પીડિત મહિલાને અપશબ્દો કહે છે, ઘરમાંથી બહાર નીકળવા દેતો નથી અને ક્યારેક મારપીટ પણ કરે છે. પિતાએ સુવાવડ માટે આવેલી દીકરી સાથે મારપીટ કરી હતી દંપતિને ત્રણ દીકરીઓ છે, જેમના લગ્ન થઈ ગયા છે. બે દીકરીઓ માતા-પિતા સાથે રહે છે. તાજેતરમાં એક દીકરી સુવાવડ માટે ઘરે આવી હતી ત્યારે પણ પિતાએ માતા તથા દીકરી બંનેને મારપીટ કરી હતી. અભયમની ટીમે ચેતવણી આપી અભયમ ટીમે પતિને સમજાવ્યું કે અંધશ્રદ્ધા આધારિત ક્રિયાઓ કરવી કાયદાકીય રીતે ગુનો છે. તેમને આવી ક્રિયાઓ ન કરવા અને પત્નીને હેરાન ન કરવા સંપૂર્ણ સમજણ આપવામાં આવી. જો ફરીથી આવી ઘટના બને તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી. પતિએ ભૂલ સ્વીકારી પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગતા હવે પછી આવી ઘટના નહીં બને તેવું વચન આપ્યું. પીડિત મહિલાએ પણ પતિને સુધરવાનો એક તક આપવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોંડલના વાતાવરણમાં પલટો, બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ:મોડીરાતથી મહીસાગર, બનાસકાંઠા, ગોધરા, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે મેઘમહેર
    Next Article
    રાજ્યભરના ખેડૂતો જોડાશે‎:ટ્રેક્ટર રેલી અટક્યા બાદ જેતપરમાં ખેડૂતોનું‎ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment