Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસ્ટમ્સ અને ડીઆરઆઈ સતર્ક:સોનાની દાણચોરી-ડ્રગ્સના કેસમાં મહિલાઓનો ઉપયોગ વધ્યો, કસ્ટમ વિભાગ એરપોર્ટ પર શંકાસ્પદોનું ‘ડિજિટલ પ્રોફાઇલિંગ’

    1 day ago

    દેશના મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા બે વર્ષ સોનાની દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીના કેસોમાં મહિલાઓની સંડોવણી વધતા કસ્ટમ્સ વિભાગ અને ડીઆરઆઈ વધુ સતર્ક બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દાણચોરીના નેટવર્કમાં મહિલાઓનો ઉપયોગ વધતા હવે સંદિગ્ધ મુસાફરોની વિશેષ પ્રોફાઇલ તૈયાર કરાઈ રહી છે, જે દેશના કોઈપણ એરપોર્ટ પર અધિકારીઓને ઉપલબ્ધ રહેશે. માર્ચ 2025માં પૂર્વ ડીજીપીની પુત્રી રાનીયા રાવને બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી લવાયેલા 14.2 કિલો સોના સાથે ડીઆરઆઈએ ઝડપી હતી. આ સોનાની કિંમત રૂ.12.36 કરોડ હતી. અમદાવાદ એરપોર્ટ પર જુલાઈ 2025માં પાલનપુરની રસીદા કૌશર પાસેથી રૂ.12.50 કરોડની રિચાર્ડ મિલે ઘડિયાળ જપ્ત કરાઈ હતી. નવેમ્બરમાં રૂ.17 લાખની રોલેક્સ ઘડિયાળ સાથે અન્ય મહિલા પેસેન્જરની અટકાયત કરાઈ હતી. મુંબઈની હિમાની સોલંકી પાસેથી રૂ.43 લાખના આઈફોન મળી આવ્યા હતા, જ્યારે તપાસમાં અંદાજે રૂ.1 કરોડના આઈફોનની હેરાફેરીનો ખુલાસો થયો હતો. જેદ્દાહથી આવેલી પાલનપુરની ચાર મહિલા પાસેથી રૂ.1.53 કરોડના સોનાના દાગીના જપ્ત કરાયા હતા. સુરત એરપોર્ટ પર દુબઈથી આવેલી એક મહિલા અને તેના સાથી પાસેથી રૂ.25 કરોડના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા 12 જૂન 2026ના રોજ મુંબઈ એરપોર્ટ પર થાઈલેન્ડથી આવેલી મોડલ અને બ્યુટી પેજન્ટ રનર-અપ હર્ષા સોનીની અટકાયત કરીને રૂ.11.82 કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેલિબ્રિટી કે વીઆઈપી ઓળખ હવે તપાસમાં કોઈ વિશેષ રાહત આપતી નથી . પેસેન્જરની ટ્રાવેલ હિસ્ટ્રી પર એજન્સીઓની નજર દાણચોરી રોકવા કસ્ટમ્સ વિભાગ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી, વારંવારની વિદેશ યાત્રા, શંકાસ્પદ રૂટ, સામાનનું વજન અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પ્રોફાઇલિંગ કરે છે. દુબઈ, થાઈલેન્ડ, અબુધાબી, જેદ્દાહથી આવતી ફ્લાઇટ્સ પર વિશેષ નજર રાખે છે. શંકાસ્પદ પેસેન્જરોના 100 ટકા સ્કેનિંગ અને ફિઝિકલ ચેકિંગ ઉપરાંત તેમના હાવભાવનું વિશ્લેષણ કરે છે. જેદ્દાહથી આવેલી 4 મહિલા પાસેથી દાગીના મળ્યા હતા - રસીદા કૌશર (પાલનપુર): જેની પાસેથી 12.50 કરોડની રિચાર્ડ મિલે ઘડિયાળ જપ્ત કરાઈ હતી. - અન્ય એક મહિલા પેસેન્જર: જેની પાસેથી 17 લાખની રોલેક્સ ઘડિયાળ મળી આવી હતી. - ચાર મહિલાઓ (પાલનપુર): જેઓ જેદ્દાહથી આવી હતી અને તેમની પાસેથી 1.53 કરોડના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પડાણામાં યુવા ભાજપનું વૃક્ષારોપણ અને ચાય પે ચર્ચા:પર્યાવરણ સંરક્ષણ સાથે લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ
    Next Article
    ડ્રગ્સનું નેટવર્ક તોડવા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક:રાજ્યના દરેક પોલીસ સ્ટેશને ડ્રગ્સ કેસ કરવા પડશે: DGP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment