Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડાણામાં યુવા ભાજપનું વૃક્ષારોપણ અને ચાય પે ચર્ચા:પર્યાવરણ સંરક્ષણ સાથે લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ

    1 day ago

    લાલપુર તાલુકાના પડાણા ગામે યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ અને 'ચાય પે ચર્ચા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આ પ્રસંગે યુવા પ્રભારી ભુવિભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સિંગચ સીટના સભ્ય પ્રદ્યુમ્નસિંહ ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી રવીન્દ્રસિંહ કંચવા, જિલ્લા યુવા ભાજપના ભરતભાઈ સોનગરા, તાલુકા પંચાયત પડાણા સદસ્ય કમલેશભાઈ મકવાણા અને શક્તિ કેન્દ્ર સંયોજક વિક્રમ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યકરોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવામાં યોગદાન આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. 'ચાય પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ સામાજિક, સંગઠનાત્મક અને લોકહિતના મુદ્દાઓ પર આગેવાનો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના બાલાસિનોરમાં ગાજવીજ સાથે વરસાદ:માર્ગો પર પાણી વહેતા થયાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગરમીથી લોકોને મળી રાહત
    Next Article
    કસ્ટમ્સ અને ડીઆરઆઈ સતર્ક:સોનાની દાણચોરી-ડ્રગ્સના કેસમાં મહિલાઓનો ઉપયોગ વધ્યો, કસ્ટમ વિભાગ એરપોર્ટ પર શંકાસ્પદોનું ‘ડિજિટલ પ્રોફાઇલિંગ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment