Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સનું નેટવર્ક તોડવા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક:રાજ્યના દરેક પોલીસ સ્ટેશને ડ્રગ્સ કેસ કરવા પડશે: DGP

    1 day ago

    ડ્રગ્સ કેસ કરવાની જવાબદારી માત્ર ક્રાઈમ બ્રાંચ કે એસઓજીની જ નથી. ગુજરાતના દરેક પોલીસ સ્ટેશને હવે ડ્રગ્સ કેસ કરવા પડશે. ડ્રગ્સ કેસ કર્યા બાદ તેની આખી સપ્યાલ ચેઈન સુધી પહોંચી બંધાણીઓનું કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા પણ પૂરી પાડવી પડશે. જ્યારે બહારની કોઈ એજન્સી જો કોઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડશે તો સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી નક્કી કરાશે. ડ્રગ્સ સામેની લડત આક્રમક બનાવવા ડીજીપી જી.એસ.મલિકે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. જેમાં માત્ર એજન્સીઓ જ નહીં પણ ગુજરાતના છેવાડાના શહેર-જિલ્લાની પોલીસને ડ્રગ્સ કેસ કરવાની સાથોસાથ માત્ર પેડલરને પકડીને સંતોષ માનવાનો નથી. આ માટે ડ્રગ્સ બંધાણીની અને પેડલરની પૂછપરછ કરી આખા નેટવર્ક સુધી પહોંચી, તેને તોડી પાડવાનું છે. ડ્રગ્સ પકડવાની અસરકારક કામગીરી બદલ પોલીસ અધિકારી-કર્મચારીને યોગ્ય ઈનામ-સન્માન અપાશે. શહેરમાં 1 વર્ષમાં 3.88 કરોડનું ડ્રગ્સ પકડાયું વર્ષ 2025ના વાર્ષિક સત્તાવાર પોલીસ રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2025 દરમિયાન જ અમદાવાદ શહેરમાંથી રૂ. 3.88 કરોડની કિંમતના માદક દ્રવ્યો અને મેફેડ્રોન -MD ડ્રગ્સ, ચરસ અને ગાંજો જપ્ત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કસ્ટમ્સ અને ડીઆરઆઈ સતર્ક:સોનાની દાણચોરી-ડ્રગ્સના કેસમાં મહિલાઓનો ઉપયોગ વધ્યો, કસ્ટમ વિભાગ એરપોર્ટ પર શંકાસ્પદોનું ‘ડિજિટલ પ્રોફાઇલિંગ’
    Next Article
    યુટ્યુબથી અબજોપતિ બન્યો, મિસ્ટર બિસ્ટના 500M સબસ્ક્રાઈબર:બ્લૂ ડાયમંડ બટન મળ્યું, રોજની 60 કરોડ કમાણી; જાણો મિસ્ટર બિસ્ટની 5 સક્સેસ ટ્રીક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment