Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિ. પ્રા. શિ. ઉત્કર્ષ મંડળની કચેરીમાં રજૂઆત‎:આચાર્યોને સાઈડલાઈન કરી મદદનીશ શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા સચિવાલય સુધી ફરિયાદ

    21 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સરકારી મકાનોની ફાળવણી તેમજ શૈક્ષણિક ઓર્ડરોમાં આચરવામાં આવેલી વ્યાપક અન્યાયી નીતિ સામે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરી મંડળ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટ વિભાગના બ્લોક નંબર-4 માં નાયબ નિયામક વહીવટ અને રાજ્ય નોડલ અધિકારી જનરલને સંબોધીને એક લેખિત રજૂઆત મોકલવામાં આવી છે. જેમાં સ્થાનિક સ્તરે ચાલતા ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ અને લાગવગશાહીના ગંભીર આક્ષેપો કરાયા છે. ફરિયાદ મુજબ, જિલ્લામાં સરકારી મકાનોની ફાળવણી ક્વાર્ટર્સ એલોટમેન્ટમાં કોઈ પણ પ્રકારના કાયદેસરના સિનિયોરિટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. સિનિયર અને હકદાર કર્મચારીઓ વર્ષોથી લાઈનમાં હોવા છતાં, વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને લાગવગ ધરાવતા જુનિયર કર્મચારીઓને કાયદા વિરુદ્ધ જઈને મકાનો ફાળવી દેવામાં આવ્યા છે, જે ભારે અન્યાયકર્તા છે. લાગવગવાળાના રાતોરાત હુકમો, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ આ રજૂઆતમાં પ્રમુખ અશોકકુમાર જાદવ, ઉપપ્રમુખ વિનોદભાઇ મકવાણા, મહામંત્રી મનસુખભાઇ સોલંકીએ જણાવ્યુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓની મીલીભગતથી ઓફિસમાં બેસીને જ લાયકાત વગરના અને લાગવગ ધરાવતા ચિંધેલા શિક્ષકોના હુકમો સુપરવાઈઝર તરીકે કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાનૂની ઓર્ડરોના કારણે જિલ્લાના પ્રાથમિક શિક્ષણના સંગઠનમાં મોટો અસંતોષ ઊભો થયો છે. મંડળે રાજ્યના નોડલ અધિકારીને વિનંતી કરી છે કે સુરેન્દ્રનગર ખાતે ઓન-ધ-સ્પોટ યોગ્ય વહીવટી તપાસ સમિતિ નીમવામાં આવે અને શિક્ષકોને થયેલા આ અન્યાયનો તાત્કાલિક ધોરણે હકારાત્મક નિકાલ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા બાઇક ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી‎:રાણાવાવ નજીક નિર્વાણધામ રોડ પર બાઈકે સ્કૂટીને હડફેટે લેતા દંપતીને ઇજા
    Next Article
    મિસ્ટર બિસ્ટના 500M સબસ્ક્રાઈબર, યુટ્યુબનું ખાસ બટન:મોટાભાગના પેરેન્ટ્સ ઈચ્છે છે- તેનું સંતાન ડૉક્ટર નહીં, યુટ્યુબર બને; જાણો બિસ્ટની 5 ફોર્મ્યુલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment