Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિસ્ટર બિસ્ટના 500M સબસ્ક્રાઈબર, યુટ્યુબનું ખાસ બટન:મોટાભાગના પેરેન્ટ્સ ઈચ્છે છે- તેનું સંતાન ડૉક્ટર નહીં, યુટ્યુબર બને; જાણો બિસ્ટની 5 ફોર્મ્યુલા

    19 hours ago

    હું યુટ્યુબથી નહીં થાકું. યુટ્યુબ મારી નસોમાં દોડે છે. મને કન્ટેન્ટ ક્રિએશન પસંદ છે. સ્ટોરી સંભળાવવી પસંદ છે. લોકોની જિંદગી બદલવી ગમે છે. આ શબ્દો બોલાયેલા નથી, અમલમાં પણ મૂકેલા છે. યુટ્યુબ ખરેખર એની નસોમાં દોડે છે. એમણે પોતાની નહીં, યુટ્યુબની દુનિયા બદલી નાખી. આવું ધુની, પાગલ માણસ જ કરી શકે ને એણે કરી બતાવ્યું. વાત છે દુનિયાના નંબર વન અમેરિકન યુટ્યુબર મિસ્ટર બિસ્ટની. 27 વર્ષના મિસ્ટર બિસ્ટની 6 યુટ્યુબ ચેનલ છે. તેમાંની મુખ્ય યુટ્યુબ ચેનલ મિસ્ટર બિસ્ટના 500 મિલિયન (50 કરોડ) સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે દુનિયાનો એકમાત્ર યુટ્યુબર બની ગયો છે. યુટ્યુબના CEO નીલ મોહને તેને 12 જૂન, 2026ના દિવસે 500 મિલિયન સબસ્ક્રાઈબર થવા બદલ બ્લૂ ડાયમંડ બટન આપ્યું. યુટ્યુબે ખાસ આ બટન બનાવડાવ્યું. આ બટન પણ હજારો ડોલરનું હશે. નવાઈની વાત એ છે કે યુટ્યુબના CEO કરતાં પણ યુટ્યુબર મિસ્ટર બિસ્ટની કમાણી અનેકગણી છે. મિસ્ટર બિસ્ટ એકલા યુટ્યુબમાંથી રોજના 33 કરોડ કમાય છે. તેની બર્ગર, ચોકલેટ અને કપડાંની કંપનીમાંથી બીજા 30 કરોડ કમાય છે. એટલે રોજના 60 કરોડ થયા. યુટ્યુબર બનવાના ઝનૂને તેને મિલિયોનર તો બનાવ્યો પણ આની પાછળ તેણે સક્સેસ ફોર્મ્યુલા બનાવી. ત્યારે તેની તોતિંગ આવક થઈ. આપણે ત્યાં એવી માનસિકતા છે કે આપણે રેસિપિ બતાવીશું, મોબાઈલ લઈને ટુરિસ્ટ પ્લેસ બતાવવા નીકળી પડશું તો યુટ્યુબર બની જશું ને કમાણી શરૂ. આ માન્યતા જડમૂળથી ખોટી છે. યુટ્યુબર બનવા માટે મોટું ઈન્વેસ્ટમેન્ટ જોઈએ, 24 કલાક આપવા પડે, સખત મહેમત કરવી પડે, યુટ્યુબના નિયમો જાણવા પડે ત્યારે માંડ માંડ પહેલો પડાવ પાર થાય. અહીં મિસ્ટર બિસ્ટની સફળતાની ફોર્મ્યુલાનું એનાલિસિસ કરીશું. દુનિયામાં ને ભારતમાં કરોડો યુટ્યુબર છે. ટોપ યુટ્યુબર્સનું લિસ્ટ બનાવો તો માંડ 50 નીકળે. બીજું, જ્યારે લોકોમાં અત્યાર જેવો યુટ્યુબ મેનિયા નહોતો, ઘણાએ તો યુટ્યુબનું નામ પણ સાંભળ્યું નહોતું ત્યારે જે લોકોએ યુટ્યુબ ચેનલો શરૂ કરી એવા લોકો અત્યારે કમાઈ રહ્યા છે. એમાના જ એક છે મિસ્ટર બિસ્ટ. 500 મિલિયન સબસ્ક્રાઈબર્સ થયા પછી યુટ્યુબે સ્પેશિયલ બ્લૂ ડાયમંડ બટન આપ્યું… મિસ્ટર બિસ્ટની સક્સેસ ફોર્મ્યુલા જાણીએ, તે પહેલા તેની લાઈફ વિશે પણ જાણી લઈએ... મિસ્ટર બિસ્ટનું સાચું ને આખું નામ છે જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન. 7 મે 1998એ અમેરિકાના કેન્નાસ સ્ટેટમાં મીડલ ક્લાસ પરિવારમાં જન્મ. તેના પપ્પા ચાર્લ્સ ડોનાલ્ડસન અને મમ્મી સુસાન બંને આર્મીમાં હતા. બંનેને કોઈ ઝઘડો થયો ને 2007માં છુટાછેડા લઈ લીધા. ત્યારે જેમ્સની ઉંમર 9 વર્ષ. છુટા પડ્યા પછી તેની મમ્મી તેના બંને દીકરા જેમ્સ અને સીજેને લઈને નોર્થ કેરોલિના ચાલી ગઈ. જેમ્સને તે લાડથી જીમી બોલાવતી. સ્કૂલમાં, ફ્રેન્ડ સર્કલમાં ને ફેમિલીમાં તે જીમીથી જ ઓળખાવા લાગ્યો. જીમી 10 વર્ષનો થયો ત્યારથી વીડિયો ગેમ રમ્યા કરે. તેને મજા તો આવતી હતી પણ મનમાં એવું થતું કે હું પણ આવી ગેમ બનાવું. લોકો તે રમે તો કેવી મજા આવે... મમ્મી સુસાન ઈચ્છતી હતી કે જીમી ભણે ને સારી નોકરીએ લાગી જાય. પણ જીમી જુદી માટીનો હતો. તેણે નોર્થ કેરોલીનાની ગ્રીનવિલે ક્રિશ્ચિન સ્કૂલમાં જેમતેમ ભણવાનું પૂરું કર્યું. સ્કૂલની સાથેસાથે તેના મનમાં ગેમ અને વીડિયો બનાવવાની ધૂન સવાર રહેતી. મમ્મી આર્મીમાંથી રિટાયર હતી એટલે ઘરે જ હતી. જીમી રૂમમાં પુરાઈ રહેતો ને વીડિયો ગેમ બનાવવા મથતો રહેતો. તેણે જીદ્દ કરીને સેકન્ડ હેન્ડ લેપટોપ લીધું. રૂમમાં બેસીને લેપટોપમાં ગેમિંગના પ્રોગ્રામિંગ કરે. તેને સ્ટ્રાઈક થઈ કે પોતે જે ગેમિંગ બનાવે છે તે લોકો સુધી પહોંચે કેવી રીતે? તેનો રસ્તો પણ શોધી કાઢ્યો. એ રસ્તો હતો- યુટ્યુબ. 2012માં જીમી 13 જ વર્ષનો હતો ને યુટ્યુબમાં પહેલી ચેનલ બનાવી નાખી. નામ રાખ્યું- મિસ્ટર બિસ્ટ 6000. ભારતના ટીનએજર્સ કાર્ટૂનની દુનિયામાંથી નીકળીને શક્તિમાન જોતા હતા ત્યારે અમેરિકામાં 13 વર્ષનો જીમી 'માઈન્ડ ક્રાફ્ટ' અને 'કોલ ઓફ ડ્યૂટી' જેવી ગેમ રમતો ને તેનો વીડિયો યુટ્યુબમાં મૂકતો. સવાલ એ થાય કે તેણે યુટ્યુબ ચેનલનું નામ મિસ્ટર બિસ્ટ કેમ રાખ્યું? તો તેનો જવાબ વીડિયો ગેમમાં છુપાયેલો છે. જીમી ડોનાલ્ડસન નાનપણમાં વીડિયો ગેમ બહુ રમતો. વીડિયો ગેમમાં લોકો પોતાનું ઓરિજીનલ નામ રાખતા નથી હોતા. અલગ નામથી એકાઉન્ટ બનાવે ને તે જ નામથી વીડિયો ગેમ રમે. જીમીએ વીડિયો ગેમ રમવા પોતાનું નામ રાખ્યું- મિસ્ટર બિસ્ટ 6000. આ જ નામથી યુટ્યુબ ચેનલ પણ બનાવી. હવે શરૂ થઈ યુટ્યુબની અસલી જર્ની... જીમીને એમ હતું કે મિસ્ટર બિસ્ટ 6000 નામથી યુટ્યુબ ચેનલ બનાવી તો ખરી, હવે તેના પર લોકોને લાવવા કેવી રીતે? 2012માં થોડા સબસ્ક્રાઈબર થયા. પાંચ-દસ લાઈક આવતી. 2013માં એક સબસ્ક્રાઈબર ને એક લાઈક માટે તેણે 'વાટકી વ્યવહાર' શરૂ કર્યો. વાટકી વ્યવહાર એટલે બીજા યુટ્યુબર્સને કહ્યું કે, હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીશ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ આઈડિયા પણ કામ ન લાગ્યો. શરૂઆતમાં તેણે ગેમની કોમેન્ટરી આપતા અને ગેમ રમતા વીડિયો જ બનાવ્યા. આમ ને આમ બે-ચાર વર્ષ વીતી ગયા. આ સમય દરમિયાન જીમીની મમ્મીએ તેને ઈસ્ટ કેરોલિના યુનિવર્સિટીમાં ભણવા મૂક્યો. એડમિશન તો લીધું પણ 15 દિવસમાં જ ભણવાનું અધૂરું છોડીને નક્કી કર્યું કે તે યુટ્યુબ પર આગળ વધશે. તેની મમ્મીને આ વાત ગમી નહીં ને ઘરમાંથી કાઢી મૂક્યો. થોડા દિવસ પછી પાછો આવ્યો ને તેની મમ્મીને સમજાવી કે હું જે કરવા માગું છું તે ખોટું નથી. તેમાં કમાણી પણ સારી થશે. અંતે તેની મમ્મીએ જીમી પાસે નમતું જોખ્યું ને યુટ્યુબ પર વીડિયો પર બનાવાની છૂટ આપી. જીમીને મોકળું મેદાન મળી ગયું. હવે આ મેદાનમાં લડવાનું હતું. યુટ્યુબમાં વીડિયો વાયરલ કેવી રીતે થાય, લોકોને શું જોવું ગમે, યુટ્યુબનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે, તે બધું ઓબ્ઝર્વેશન કરવાનું શરૂ કર્યું. તેના આધારે ધીમે ધીમે તેણે પોતાની યુટ્યુબ ચેનલ માટે સ્ટ્રેટેજી બનાવી. તેણે ચેનલનું નામ મિસ્ટર બિસ્ટ 6000 રાખ્યું હતું તેમાંથી '6000' કાઢી નાખ્યા ને ચેનલનું નામ માત્ર મિસ્ટર બિસ્ટ કરી નાખ્યું. પ્રયાસ ઘણા કર્યા પણ યુટ્યુબ ચેનલની ગાડી ગિયરમાં પડતી નહોતી. તેણે આઉટ ઓફ બોક્સ વિચારવાનું શરૂ કર્યું. પછી દિવસ આવ્યો 9 જાન્યુઆરી 2017નો. યુટ્યુબમાં એક વીડિયો આવ્યો. ટાઈટલ હતું- I can't Belive I did this. આખી દુનિયામાં 2 કરોડ 60 લાખ લોકોએ એ વીડિયો જોયો. વીડિયોમાં કોન્ટેન્ટ કાંઈ હતું નહીં. મિસ્ટર બિસ્ટે સળંગ 1 થી 1,00,000 એટલે એકથી એક લાખની ગણતરી બોલવાનું શરૂ કર્યું. આમાં તેને 40 કલાકનો સમય લાગ્યો. આખો વીડિયો રેકોર્ડ કર્યો. એડિટ કર્યો ને 24 કલાકનો ચાલી શકે તેવો વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો. ત્યારે જીમીની ઉંમર હતી માત્ર 18 વર્ષ. આમાં આમ જુઓ તો નવું કાંઈ નહોતું. એકથી એક લાખ સુધીની ગણતરી જ કરી હતી પણ આ વીડિયોએ યુટ્યુબને હચમચાવી દીધું. 500-1000 સબસ્ક્રાઈબર વાળી મિસ્ટર બિસ્ટ ચેનલમાં બે દિવસમાં 10 હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા. બે વર્ષ પહેલાં ઈલોન મસ્કે મિસ્ટર બિસ્ટને એક વીડિયો પોસ્ટ કરવા કહ્યું હતું પણ બિસ્ટે મસ્કને ના પાડી દીધી. એ પછી બિસ્ટે ટ્વિટર (એક્સ) પર વીડિયો શેર કર્યો. તેનું ટાઈટલ હતું 1 ડોલર Vs 1 બિલિયન ડોલર કાર... ઉસ વીડિયો ને ભી તહલકા મચા દીયા... એ સમય એવો હતો કે સ્મોશ અને પ્યુડીપાઈ જેવી યુટ્યુબ ચેનલના હજારો નહીં, લાખો સબસ્ક્રાઈબર હતા. મિસ્ટર બિસ્ટને વિચાર આવતો કે હું ક્યારેય લાખો સબસ્ક્રાઈબર સુધી પહોંચી શકીશ કે નહીં? 2018માં પ્યુડીપાઈ વિરુદ્ધ ટી-સિરિઝની યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઈબની કોમ્પિટિશન જામી હતી. જીમીએ ચેલેન્જ ઝડપી કે ગમે તે થાય, ટી-સિરિઝ કરતાં પ્યુડીપાઈને આગળ નીકળવામાં મદદ કરશે. જીમીએ પ્યુડીપાઈના સબસ્ક્રાઈબર્સ વધારવા માટે બિલબોર્ડ (લાઈટવાળા બોર્ડ) અને સંખ્યાબંધ ટીવી- રેડિયો જાહેરાતો ખરીદી. "સબ 2 પ્યુડીપાઈ" લખેલી હજારો ટીશર્ટ વહેંચી. આનાથી પ્યુડીપાઈ ટી-સિરિઝ કરતાં આગળ નીકળી ગઈ. મિસ્ટર બિસ્ટનું બિઝનેસ માઈન્ડ છે. તે લોકોની નાડ પારખે છે. તેણે યુટ્યુબની જર્ની તો ચાલુ રાખી, સાઈડમાં ત્રણ-ત્રણ બિઝનેસ શરૂ કરી દીધા. ફિસ્ટેબલ ચોકલેટ, મિસ્ટર બિસ્ટ બર્ગર અને મિસ્ટર બિસ્ટ ક્લોથ. યંગ સ્ટર્સને એટ્રેક કરે તેવા ફંકી ટી શર્ટ, જિન્સ, કેપરી શોર્ટ્સ લોન્ચ કર્યા. મિસ્ટર બિસ્ટે તેનું અલગ બિઝનેસ મોડેલ ઊભું કર્યું. મે-2025માં સેલિબ્રિટી નેટવર્થ એજન્સીએ તેને દુનિયાનો સૌથી યુવાન સેલ્ફ મેડ બિલિયોનર જાહેર કર્યો. મે-2025માં મિસ્ટર બિસ્ટની નેટવર્થ 8300 કરોડ રૂપિયાની છે. આજે પણ તેની મહિનાની કમાણી 60થી 70 કરોડ રૂપિયા છે. જાન્યુઆરી 2025માં મિસ્ટર બિસ્ટે સાઉથ આફ્રિકન ઓથર, ગેમર અને ન્યુરોસાયકોલોજિસ્ટ થિયા બુયસેન સાથે સગાઈ કરી લીધી. તેનાથી એક વર્ષ મોટી છે. 2024ની ક્રિસમસ પર પ્રપોઝ કર્યું ને 2025માં સગાઈ. હજુ બંનેએ લગ્ન કર્યા નથી, કારણ કે અમેરિકામાં થિયાના ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ ચાલી રહી છે. પણ 2027માં બહુ મોટા પાયે લગ્ન કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, એ પણ માલદીવ્સના ઈન્ટીમેટ આઈલેન્ડ પર. આ રહી મિસ્ટર બિસ્ટની 5 સક્સેસ ફોર્મ્યુલા.. 1. આઉટ ઓફ બોક્સ થિંકિંગ કાંઈક નવું વિચારો. દુનિયાથી અલગ વિચારો અને ત્યાં સુધી એના પર કામ કરો જ્યાં સુધી ખળભળાટ ન મચી જાય. યુટ્યુબ પર દુનિયાભરના લોકો પોતપોતાની ચેનલ ચલાવે છે પણ બધા મિસ્ટર બિસ્ટ નથી બની શકતા. એક લાઈક અને એક સબસ્ક્રાઈબ માટે જાતમહેનત કરી રહેલા બિસ્ટે 1 થી 1 લાખ સુધીની ગણતરી વીડિયો મૂક્યો. આવો વીડિયો મૂકવાનો વિચાર બિસ્ટને જ આવ્યો અને હીટ થઈ ગયો. આ ઓર્ડિનરી આઈડિયાએ રાતોરાત કરોડો વ્યૂઝ મેળવ્યા. મિસ્ટર બિસ્ટને પહેલી મોટી વાયરલ મોમેન્ટ આપી. પછી આવ્યું પાગલપનનું નવું ચેપ્ટર. 50 કલાક તાબુતમાં દફન થવાનો અનોખો વીડિયો. તેને સફોકેશન થવા લાગ્યું પણ કેમેરો રોલ થતો રહ્યો. તે 50 કલાક પછી બહાર આવ્યો તો કહ્યું, ડરને માટીમાં દફન કરતો આવ્યો. 2. પોતાના જ બિઝનેસમાં વારંવાર રિ-ઈન્વેસ્ટ મિસ્ટર બિસ્ટને તેના બેન્કરે કહ્યું કે, તું આટલી બધી કમાણી કરે છે તો કાંઈક બચત તો કર. ત્યારે બિસ્ટ કહેતા કે હું બધી કમાણી હવે પછીના વીડિયોમાં ઊડાવી દઈશ. કાંઈ બચાવીશ નહીં. મિસ્ટર બિસ્ટની રિ-ઈન્વેસ્ટમેન્ટ કહાની શરૂ થાય છે જૂન 2017થી. જ્યારે તેને ક્વિડ ગેમમાં 10 હજાર ડોલરનો ચેક મળ્યો હતો. જીમીએ શરત રાખી હતી કે ગેમમાં તે જીતીને 10 હજાર ડોલર મેળવશે કો કોઈ જરૂરિયાતમંદને એ જ દિવસે આપી દેશે. રસ્તે રખડતા એક વ્યક્તિ પાસે રહેવા માટે ઘર નહોતું તેને એક ઝાટકે 10 હજાર ડોલર (ભારતના 10 લાખ રૂપિયા) જરૂરિયાતમંદને આપી દીધા. આ વીડિયોએ યુટ્યુબમાં ધૂમ મચાવી ને સબસ્ક્રાઈબર ધડાધડ વધવા લાગ્યા. ત્યારથી જીમીએ નિયમ બનાવ્યો કે દરેક વીડિયોમાં પોતાની 90થી 95% આવક લગાવી દેવાની. પોતાની પાસે કાંઈ નહીં રાખવાનું. રિ-ઈન્વેસ્ટ કરતા રહેવાનું. 2025ના એક જ વર્ષમાં જ તેણે કોન્ટેન્ટ પર 250 મિલિયન ડોલર એટલે 2300 કરોડ રૂપિયા ફૂંકી માર્યા. તે પોતાની કમાણી વીડિયો મેકિંગમાં લગાવે છે. હદ તો એ થઈ કે જીમીએ ગયા વર્ષે તેની સગાઈ માટે તેની માતા પાસેથી પૈસા ઊધાર લીધા હતા !! 3. માર્કેટિંગ ઓફ કાઈન્ડનેસ હિન્દીમાં કહેવત છે કે નેકી કર, દરિયા મેં ડાલ... પણ જીમીએ પોતાની દયા અને કરૂણા ભાવનાનો પ્રચાર કર્યો. કોન્ટેન્ટ બનાવીને યુટ્યુબમાં અપલોડ કર્યું જેથી બીજાને પ્રેરણા મળે. મિસ્ટર બિસ્ટે 1 હજારથી વધારે લોકોને આંખનું ઓપરેશન કરાવીને દેખતા કર્યા છે તો બેઘર લોકોને નવા ઘરની ચાવી આપી છે. હજારો ડોગને દત્તક લીધા છે. તેણે ગયા વર્ષે એવો પ્લાન મૂક્યો હતો કે જો કોઈ દાનવીર સેવાકાર્યો માટે 1 લાખ ડોલર (85 લાખ રૂપિયા)નો ચેક આપે છે તો તેને મિસ્ટર બિસ્ટના નોર્થ કેરોલિનામાં આવેલા વિશાળ સ્ટુડિયોમાં ત્રણ દિવસ રહેવા મળશે જ્યાં ગેમિંગ અને વીડિયોઝ શૂટ થાય છે. ત્યાં તેને હોલિવુડ લેવલના સેટ ડિઝાઈન, 100 કેમેરા રીંગ અને એ તમામ ઈક્વિપમેન્ટ જોવા મળશે જેનાથી જીમી ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે. મિસ્ટર બિસ્ટ પર્યાવરણવાદી છે. તેણે 24 મિલિયન ઝાડ એટલે 2 કરોડ 40 લાખ વૃક્ષો વાવવા ઝુંબેશ ચલાવી. તેણે સમુદ્રમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે 30 મિલિયન ડોલર (300 કરોડ) રૂપિયા ભેગા કર્યા ને લાખો કિલો પ્લાસ્ટિક દરિયામાંથી કાઢ્યું. માર્ચ 2023માં 30 હજાર બાળકોને મફત શૂઝ પહેરાવ્યા. નવેમ્બર 2023માં કેન્યામાં પાણીના 100 કૂવા ખોદાવ્યા. જુલાઈ 2024માં જમૈકા, આર્જેન્ટિના, મેક્સિકોમાં પૂર પીડિત લોકોને ઘર બનાવી દીધા. આ સેવા કામો કરવાથી તેને ખુશી મળે ને સેવાના વીડિયો બનાવવાથી વ્યૂઅર્સ વધે. 4. બ્રાન્ડ એક્સપાન્શન, બિઝનેસ ડેવલપમેન્ટ 27 વર્ષના જીમી (મિસ્ટર બિસ્ટ)એ પોતાની યુટ્યુબ ચેનલને બિસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કન્વર્ટ કરી નાખી. તેની વેલ્યુ આજે 5 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. મિસ્ટર બિસ્ટ હવે યુટ્યુબર નહીં પણ બિઝમેનસમેન બની ગયો છે. 2022માં તેણે પોતાની ચોકલેટ કંપની ફિસ્ટેબલ લોન્ચ કરી. 2024માં બે જ વર્ષમાં આ ચોકલેટ કંપનીએ 250 મિલિયન ડોલર એટલે 2300 કરોડ રૂપિયાની સેલ્સ કરી અને 200 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો. હવે કૂકીઝ, ક્રીમ રોલ, પીનટ બટર, ગમી કેન્ડી જેવા પ્રોડક્ટ લોન્ચ કરે છે. જીમીએ દાવો કર્યો છે કે વીડિયો કરતાં વધારે ઝડપથી સ્નેક્સ વેચાઈ રહ્યા છે. હવે ડ્રીંક્સ, ફ્લેક્સ અને મોબાઈલ ગેમમાં મિસ્ટર બિસ્ટ ઝંપલાવશે. 2027-2018 સુધી મિસ્ટર બિસ્ટના IPOની તૈયારી જોરશોરથી થઈ રહી છે. જીમીનો એક જ ફંડા છે- કન્ટેન્ટથી કમાઓ, બ્રાન્ડ બનાવો, બ્રાન્ડથી કન્ટેન્ટને સુપર ચાર્જ કરો. આ જ ફોર્મ્યુલા આવનારા ક્રિએટર યુગનો રોડમેપ છે. 5. મલ્ટી પ્લેટફોર્મ ધમાકા, દરેક સ્ક્રીનમાં છવાઈ જવું મિસ્ટર બિસ્ટે તેના કન્ટેન્ટને દરેક સ્ક્રીનમાં લોન્ચ કરી. ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ. દરેક સ્ક્રીનમાં એકસાથે કન્ટેન્ટ દેખાવા લાગ્યા. એમેઝોન પ્રાઈમમાં બિસ્ટ ગેમ શો આવે છે તેણે પ્રિમિયરના 25 દિવસમાં 50 મિલિયન વ્યૂઝ મેળવી નવો રેકોર્ડ બનાવ્યો. તો હતી તેની સક્સેસ ફોર્મ્યુલા… હવે મિસ્ટર બિસ્ટના અમેરિકાના ગ્રીનવિલેમાં આવેલા બંગલાની તસવીરો જોઈ લો… મિસ્ટર બિસ્ટનું પાગલપન ગજબનું છે અને હંમેશાં પાગલપન જ સફળતા અપાવે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો જ બુર્જ ખલીફાની ટોચ પર પહોંચી શક્યા છે. એમાંનો એક આ જીમી ડોનાલ્ડસન છે. મિસ્ટર બિસ્ટે બુર્જ ખલીફાની ટોચ પર પહોંચીને પોતાની જ ફિસ્ટેબલ ચોકલેટ ખાધી હતી. એ મિલિયન્સ ડોલર્સની હરિફાઈ રાખે છે. જેનામાં હિંમત હોય, ડરનો છાંટો ન હોય તેવા લોકો ભાગ લે છે. એવા ઘણા વીડિયોઝ તેની ચેનલ પર છે. અમેરિકામાં 100 એકર જમીનમાં 8 કરોડ રૂપિયાનો જાયન્ટ સ્ટુડિયો બનાવ્યો છે. યુટ્યુબ માટે 250 લોકોની ટીમ છે. આ સિવાય સોશિયલ એક્ટિવિટીઝ માટેની ટીમ અલગ, એનિમેશનનો સ્ટાફ અલગ. 300થી વધારે કેમેરા, સર્વરરૂમ, કંટ્રોલરૂમ, કાફેટેરિયા, મ્યુઝીકરૂમ, ગેમરૂમ બધું જ મોટા કમ્પાઉન્ડમાં છે. કોઈ યુટ્યુબરનું આટલું મોટું સામ્રાજ્ય? મિસ્ટર બિસ્ટ નાનું વિચારતો જ નથી. મિસ્ટર બિસ્ટના વીડિયોઝ કરોડો લોકો જુએ છે તેની પાછળ તેનું અને તેની ટીમનું ભેજું જબરજસ્ત કામ કરે છે. સૌથી પહેલાં તો તેના થમ્બનેલ આકર્ષક હોય છે. એક થમ્બનેલ પાછળ કલાકોની મહેનત હોય છે અને તેના કારણે જ યુટ્યુબના બાસ્કેટમાં 50 વીડિયો દેખાતા હોય તો મિસ્ટર બિસ્ટના વીડિયોનું થમ્બનેલ અલગ તરી આવશે. તેને સંતોષ ન થાય ત્યાં સુધી થમ્બનેલ ચેન્જ કરે છે. ઘણીવાર તો એક વીડિયોમાં 40 વખત થમ્બનેલ ચેન્જ કરાવી ચૂક્યો છે. બીજું છે તેની સિનેમેટોગ્રાફી અને એનિમેશનનો કોમ્બો. તેના વીડિયો એટલા ફાસ્ટ હોય છે કે તમારા બ્રેનને વિચારવા માટે સ્પેસ મળતી નથી. મ્યુઝીક, ડ્રોન વિઝ્યુઅલ, પ્લસ એનિમેશનનો તડકો નાખીને તેના વીડિયોમાં લોકોને જકડી રાખે છે. વીડિયો માટે પણ એવા આઈડિયાઝ ક્રિએટ કરે છે જાણે પોતે આઈડિયાની ફેક્ટરી હોય. એકવાર તો 5 લાખ ડોલર એટલે ભારતના 5 કરોડ રૂપિયા દુબઈમાં વાપરી નાખે છે. 5 કરોડ રૂપિયા દુબઈમાં હરવા-ફરવામાં કેવી રીતે વાપર્યા તેનો વીડિયો બનાવ્યો છે. એકવાર તે મંકી આઈલેન્ડ પર જાય છે. અહીં રિસોર્ટના કોટેજમાં ગેસ્ટની સાથે મંકી પણ રહેતા હોય છે. તેમના રિયલ લાઈફ સ્વિડ ગેમના વીડિયોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ વીડિયો એટલો વાયરલ થયો કે નેટફ્લિકની સ્વિડ ગેમ કરતાં પણ તેના વ્યૂ વધારે છે. આ વીડિયો બનાવવા માટે બિસ્ટને 3.5 મિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું. લગભગ 30 કરોડ રૂપિયા. પછી બિસ્ટે સેપરેટ રિજીયોનલ ભાષાના વીડિયો પણ બનાવ્યા. મિસ્ટર બિસ્ટના અમેરિકાના સ્ટુડિયોની તસવીરો જુઓ… ભારતના લોકો માટે તેણે યુટ્યુબ ચેનલ MrBeast हिन्दी પણ બનાવી છે. મુખ્ય 6 ચેનલ સિવાય ફ્રેન્ચ, હિન્દી, જાપાનીઝ જેવી ભાષાની ચેનલો તો અલગ ચાલે છે. ગયા વર્ષે ફૂટબોલર રોનાલ્ડો સાથે વીડિયો બનાવ્યો છે. તે રોનાલ્ડોએ પણ પોતાની ચેનલ પર અપલોડ કર્યો છે. સમાજ સેવાની તો વાત જ જવા દો. દરિયામાંથી લાખો ટન કચરો સાફ કરાવનાર મિસ્ટર બિસ્ટનો ટાર્ગેટ 1 કરોડ 36 લાખ કિલો કચરો સમુદ્રમાંથી કાઢવાનો છે. આ માણસ મશીનની જેમ કામ કરે છે. ગયા વર્ષે મિસ્ટર બિસ્ટને તેની ચેનલ ખરીદવા માટે 8500 હજાર કરોડ રૂપિયાની ઓફર મળી હતી પણ તેણે સ્વિકારી નહીં. મિસ્ટર બિસ્ટ વારેવારે યુથને કહે છે કે, તમે કાંઈક અલગ કરશો તો દુનિયા જોશે. અલગ કરવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. એકવાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાઓ. તમને પણ મજા આવશે. એક સમય હતો કે પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તેનો દીકરો ડોક્ટર બને, એન્જિનીયર બને. પણ હવે એ જમાના ગયા. હવેના પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે તેનો દીકરો મિસ્ટર બિસ્ટ જેવો યુટ્યુબર બને. ઘણા પેરેન્ટ્સ તો અત્યારથી તેના 3 વર્ષના, 4 વર્ષના સંતાનને યુટ્યુબનું અલ્ગોરિધમ શીખવી રહ્યા છે. એનું એક્સામ્પલ છે અરમાન મલિક. બોલિવુડ સિંગર અરમાન મલિકે બે લગ્ન કર્યા છે. પાયલ અને કૃતિકા સાથે. બંનેથી તેને 3 દીકરા છે. તેણે પાયલના દીકરા ચિરાયુને યુટ્યુબર બનાવી દીધો છે. 10 વર્ષના ચિરાયુ મલિકના 3.43 મિલિયન સબસ્ક્રાઈબર છે. મિસ્ટર બિસ્ટે માત્ર યુટ્યુબનું જ નહીં, આવનારી જનરેશનનું પણ અલ્ગોરિધમ બદલી નાખ્યું.
    Click here to Read More
    Previous Article
    જિ. પ્રા. શિ. ઉત્કર્ષ મંડળની કચેરીમાં રજૂઆત‎:આચાર્યોને સાઈડલાઈન કરી મદદનીશ શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા સચિવાલય સુધી ફરિયાદ
    Next Article
    21 ગામ, 933 પરિવાર, બે રાજ્યોનો દાવો:ગામના લોકો પાસે બંનેના રાશન અને આધાર કાર્ડ, એક રાજ્યનું બતાવે તો ધરપકડ

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment