Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:કન્યા, કર્ક અને વૃશ્ચિક રાશિની જૂની સમસ્યાઓ દૂર થશે, મિથુન જાતકોને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડશે

    4 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 18 જૂન 2026, ગુરુવારના રોજ અધિક જેઠ સુદ ચોથ/પાંચમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. રાહુકાળ બપોરે 02:21થી 04:01 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- તમારી કોઈ પણ યોજનાને અમલમાં મૂકવા માટે સમય અનુકૂળ છે. સોસાયટીની પ્રવૃત્તિઓમાં તમારી કોઈ સલાહને વિશેષ સન્માન આપવામાં આવશે. પરિવારના સભ્યો સાથે ઘરના કોઈ મુદ્દાને લઈને વિચાર-વિમર્શ થશે અને તેના યોગ્ય પરિણામો પણ નીકળશે. નેગેટિવ- કોઈ મિત્ર સાથે કોઈ વાદ-વિવાદ થવો તમને વિચલિત કરી શકે છે. ધનની બાબતમાં પણ કેટલીક નવી નીતિઓ બનાવવી પડશે. પોતાની જવાબદારીઓને સમજો તથા તેને પૂરી કરો. વડીલોની કડવી વાતોથી દુઃખી થવાના બદલે તેમાંથી શીખ મેળવો. વ્યવસાય- વ્યવસાયમાં પરિવર્તન સંબંધિત જે યોજનાઓ બની છે, તેના પર પૂરું ધ્યાન આપો. આ પરિવર્તન તમારા માટે નવી સિદ્ધિઓ લાવશે, પરંતુ સાથે જ કામકાજનો બોજ પણ વધશે. ઓફિસમાં કોઈ સમસ્યા આવવા પર ઉચ્ચ અધિકારીઓની મદદ ચોક્કસ લો. લવ- પારિવારિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે એકબીજા પર વિશ્વાસ રાખવો સંબંધોને હજુ વધુ મજબૂત કરશે. પોતાના સ્વભાવમાં નરમાશ લાવવી જરૂરી છે. સ્વાસ્થ્ય- થાક તથા શરીરના દુખાવા જેવી સમસ્યા બનેલી રહેશે. યોગ તથા વ્યાયામ માટે પણ થોડો સમય ચોક્કસ કાઢો. લકી કલર- બદામી લકી નંબર- 6 પોઝિટિવ- આજે તમે તમારી ઊર્જા અને સૂઝબૂઝ દ્વારા કોઈ લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકો છો. કાર્યપ્રણાલી બહેતર થશે. મનમુજબ સફળતા મળવાથી દિવસભરનો થાક પણ ભૂલી જશો. યુવાનો તથા વિદ્યાર્થીઓને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવનાઓ છે. નેગેટિવ- નજીકના સંબંધોમાં વહેમ જેવી સ્થિતિ ટકરાવ લાવી શકે છે. કોઈ પણ પરેશાની આવવા પર શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. વર્તમાન પરિસ્થિતિઓના કારણે સમય અનુસાર પોતાની જાતમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. વ્યવસાય- આ સમયે કાર્યક્ષેત્રની નાની સરખી વાતનું પણ ગંભીરતા અને ઝિણવટપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે. થોડીક સૂઝબૂઝ અને સાવધાની તમને મનમુજબ સફળતા અપાવશે. વ્યાવસાયિક પેપર્સ અને ફાઈલો સુવ્યવસ્થિત રાખો તથા કોઈ પણ અજાણ્યા વ્યક્તિના હાથમાં ન આવવા દો. લવ- પરિવારના સભ્યો સાથે હસી-ખુશીથી દિવસ પસાર થશે. સાંજે કોઈ સમારોહમાં સામેલ થવાની પણ તક મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- પડવાથી કે કોઈ વસ્તુ વાગવાથી ઈજા થવાની આશંકા બની રહી છે. વાહન પણ સાવધાનીપૂર્વક ચલાવવું. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ અનુકૂળ બનેલી છે, પરંતુ આનો ભરપૂર સદુપયોગ કરવો તમારી ક્ષમતા પર પણ નિર્ભર કરે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમારી આશાઓ સાકાર કરશે તથા મોટાભાગનો સમય બહારની પ્રવૃત્તિઓમાં પસાર થશે. નેગેટિવ- કોઈ વિપરીત પરિસ્થિતિના કારણે મનમાં દ્વિધા જેવી સ્થિતિ રહેશે. આ કારણે કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય તમારી આંખો સામેથી ઓઝલ પણ થઈ શકે છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લો. બિનજરૂરી ખર્ચાઓ પર પણ કાબૂ રાખવો જરૂરી છે. સમજણ અને સતર્કતાથી કાર્યોમાં ગતિ આવશે. વ્યવસાય- કારોબારમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બની શકે કે વ્યવસાયમાં કોઈ મુશ્કેલી આવવા પર તમારે તમારા સિદ્ધાંતો સાથે કંઈક સમજૂતી પણ કરવી પડે. અત્યારે મહેનત મુજબ યોગ્ય પરિણામો પણ હાસિલ નહીં થાય. નોકરીયાતોને કોઈ ઓફિશિયલ યાત્રા સંબંધિત ઓર્ડર મળી શકે છે. લવ- અતિશય વ્યસ્તતાના કારણે તમે પરિવાર પર ધ્યાન નહીં આપી શકો, પરિણામે વ્યવસ્થા કંઈક અસ્તવ્યસ્ત રહેશે. સ્વાસ્થ્ય- શરદી-ઉધરસથી પોતાની જાતને બચાવીને રાખો. લકી કલર- ગુલાબી લકી નંબર- 3 પોઝિટિવ- દિવસ લગભગ સામાન્ય જ પસાર થશે. પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો. કેટલીક અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ તમારી રુચિ જાગૃત થશે. નાની-નાની વાતોને અવગણવાથી સંબંધો હજુ વધુ મજબૂત થશે. યુવાનોની પ્રગતિ માટે પણ કેટલાક નવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે. નેગેટિવ- ખોટી આદતો અથવા ખોટા લોકોથી ચોક્કસ અંતર જાળવી રાખો. અચાનક જ કોઈ મુસીબત અને સમસ્યા ઊભી થઈ શકે છે, પરંતુ સૂઝબૂઝ અને સાવધાનીથી તમે આમાંથી બહાર પણ નીકળી જશો. બાળકોની કોઈ નકારાત્મક બાબત જાણવા મળવાથી મન પરેશાન રહી શકે છે, પરંતુ આ સમયે શાંતિપૂર્ણ રીતે તેમનું માર્ગદર્શન કરો. વ્યવસાય- વ્યવસાયમાં જો કોઈ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલો હોય, તો આજે તેનાથી સંબંધિત કોઈ કાર્ય થઈ શકે છે. પબ્લિક ડીલિંગ અને મીડિયા સંબંધિત કાર્યોમાં ખૂબ જ ધ્યાન આપો. તમારા સંપર્ક સૂત્રો દ્વારા કોઈ લાભદાયક કરાર મળવાની સંભાવના છે, જે ફાયદાકારક રહેશે. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પરિવાર સાથે વિતાવેલો સમય બધાને પ્રસન્નતા આપશે. પ્રેમ સંબંધ કોઈ ગેરસમજના કારણે તૂટી પણ શકે છે, તેથી એકબીજા પ્રત્યે વિશ્વાસની ભાવના રાખો. સ્વાસ્થ્ય- તન અને મનને સ્વસ્થ રાખવા માટે યોગ અને ધ્યાનનો સહારો લો, આનાથી તમે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ અનુભવશો. લકી કલર- કેસરી લકી નંબર- 8 પોઝિટિવ- આજે મીડિયા કે સંપર્ક સૂત્રો દ્વારા કંઈક એવી માહિતી હાસિલ થઈ શકે છે કે જેનાથી તમારા કામ સરળ થઈ જશે. નજીકના મિત્રો અથવા સંબંધીઓ સાથે મુલાકાતની પણ તકો બનશે. ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારો ઝુકાવ વધશે. નેગેટિવ- યુવાનો સમયની કિંમત સમજે અને વ્યર્થની વાતોમાં સમય ન બગાડે. જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં કોઈ પણ અયોગ્ય કાર્ય ન કરો. અચાનક જ કેટલાક ખર્ચાઓ સામે આવશે, જેને ટાળવા પણ અશક્ય હશે. બાળકોના મનોબળને જાળવી રાખવામાં તમારું માર્ગદર્શન જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં સ્પર્ધાની સ્થિતિમાં નબળા ન પડો અને આત્મવિશ્વાસ સાથે ખુદને બહેતર બનાવો. વીમો, શેર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં વ્યસ્તતા રહેશે, આવકના સ્ત્રોતો પણ વધશે. પોતાની કાર્યપ્રણાલીમાં કંઈક પરિવર્તન લાવવા માટે પણ અનુકૂળ સમય છે. ઓફિસમાં તમારા સહયોગી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. લવ- પરિવારના સભ્યો સાથે મસ્તીભર્યો દિવસ પસાર થશે. કોઈ મિત્ર સાથે મુલાકાત થવાથી ખુશનુમા યાદો તાજી થશે. પ્રેમ સંબંધો તમારા જીવનની ખુશીઓ વધારશે. સ્વાસ્થ્ય- ગેસ અને માથાના દુખાવા જેવી તકલીફોથી તમે પરેશાન રહેશો. મીઠાઈ તથા તળેલી વસ્તુઓનું સેવન ઓછામાં ઓછું કરો. લકી કલર- લાલ લકી નંબર- 1 પોઝિટિવ- જો આજે કોઈ વિશેષ નિર્ણય લેવા જઈ રહ્યા છો, તો પહેલા તેનાથી સંબંધિત પૂરી માહિતી અવશ્ય મેળવી લો. આનાથી તમને ચોક્કસ જ સફળતા મળશે. કોઈ સરાહનીય કાર્યના કારણે સમાજમાં માન-સન્માન પણ મળશે. જે યુવા વર્ગ લાંબા સમયથી પોતાના કરિયરને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો, આજે તેમને તણાવમાંથી કંઈક રાહત મળશે. નેગેટિવ- વ્યક્તિગત બાબતોને લઈને ચાલી રહેલા તણાવની અસર તમારી કાર્યક્ષમતા પર પડશે અને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ હાથમાંથી નીકળી શકે છે. સારું રહેશે કે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. નજીકના સંબંધોમાં મતભેદ ન થવા દો. વ્યવસાય- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે વ્યવસાય પર વધુ ધ્યાન નહીં આપી શકો. જોકે ફોનના માધ્યમથી કાર્યો ચાલતા રહેશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં યોગ્ય સફળતા પણ હાસિલ થશે. પરંતુ જોખમી કામોથી દૂર રહો અને ફાઇનાન્સ સંબંધિત કાર્યોમાં પણ સાવધાની રાખો. નોકરીમાં તમારો ટાર્ગેટ સરળતાથી મેળવી લેશો. લવ- અવિવાહિત વ્યક્તિઓ માટે કોઈ સારો સંબંધ આવી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધરનો પ્લાન પણ બની શકે છે. સ્વાસ્થ્ય- સંતુલિત આહારની સાથે સાથે શારીરિક પરિશ્રમ અને વ્યાયામ જેવી બાબતો પર પણ ધ્યાન આપો. આનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. લકી કલર- ક્રીમ લકી નંબર- 5 પોઝિટિવ- અનુકૂળ સમય છે. પોતાના સારા પ્રદર્શનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. સોસાયટી અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન રહેશે અને ઓળખ પણ વધશે. પરિવારજનો સાથે મળીને બેસવું અને અનુભવો શેર કરવા બધાને ખુશી આપશે. સાંજે મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. નેગેટિવ- ભાઈ-બહેનો સાથે સંબંધો મધુર બનાવી રાખો. તમારી અંદર નકારાત્મક વિચારોનું પેદા થવું તમારા માટે જ નુકસાનકારક રહેશે. વિદ્યાર્થીઓને ભણવા સિવાય અન્ય વિષયો પર પણ જ્ઞાન લેવું જરૂરી છે, તો વળી યુવાનોએ પણ પોતાના લક્ષ્ય પ્રત્યે સજગ રહેવાની જરૂર છે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તેનાથી સંબંધિત પૂરી માહિતી મેળવવી જરૂરી છે. પોતાના સંપર્કોને હજુ વધુ મજબૂત કરો, આ સંપર્કો તમારા માટે લાભદાયક સાબિત થશે. સરકારી નોકરીયાતોને કોઈ મહત્વપૂર્ણ કાર્યભાર મળવાથી પ્રસન્નતા રહેશે. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે, ઘરના વડીલોના આશીર્વાદ પણ બનેલા રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય- અતિશય કામની સાથે સાથે ભરપૂર આરામ લેવો પણ જરૂરી છે. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરો. ધ્યાન અને યોગ પણ સ્વસ્થ રહેવાના ઉત્તમ સાધનો છે. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- આજે સંતાન સાથે સંબંધિત કોઈ સમસ્યા ઉકેલાઈ જવાથી તમને ખૂબ જ માનસિક શાંતિનો અનુભવ થશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. રાજકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની કોઈ શુભ તક મળી શકે છે. નેગેટિવ- વ્યક્તિગત વ્યસ્તતાની સાથે સાથે સામાજિક અથવા સમિતિ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે, આનાથી તમારી ઓળખ પણ વધશે. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવો તેમના મનોબળમાં વૃદ્ધિ કરશે. ખરીદી કરતી વખતે હિસાબ-કિતાબમાં કંઈક હેરાફેરી થઈ શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં ઉતાર-ચઢાવભર્યો દિવસ રહેશે. નવી સિદ્ધિઓ મેળવવા માટે સખત મહેનતની જરૂર છે. અજાણ્યા લોકો સાથે કોઈ પણ લેણ-દેણ કરતી વખતે પાકા બિલનો ઉપયોગ કરો. નોકરીયાતોને બદલી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ- પરિવારના સભ્યો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર થશે. કોઈ જૂના મિત્રને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. પરંતુ વર્તમાન વાતાવરણથી પોતાનો બચાવ કરવો અતિ આવશ્યક છે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આજે દિવસભર કોઈ સમારોહ કે પાર્ટીમાં વ્યસ્તતા રહી શકે છે. ઘણી ઉપયોગી માહિતીઓ પણ મળશે. યુવાનોને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાની પૂરી આશા છે. પોતાની યોગ્યતા અને સૂઝબૂઝ દ્વારા લેવાયેલા નિર્ણયોના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. નેગેટિવ- કોઈ વાતને લઈને મનમાં ડર કે ચિંતાની સ્થિતિ પણ રહી શકે છે. ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. આ સમયે ખર્ચાઓ પણ વધી શકે છે, જેની નકારાત્મક અસર તમારા વ્યવહાર પર આવવી સ્વાભાવિક છે. પરંતુ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખો. વ્યવસાય- તમારા વ્યાવસાયિક સંપર્ક સૂત્રો સાથે મેળ-મિલાપ રાખો, આજે કોઈ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ તમારા કોઈ પણ મહત્વપૂર્ણ આયોજનને બીજા સાથે શેર ન કરો, નહિતર તમારા કાર્યોનો કોઈ અન્ય વ્યક્તિ ફાયદો ઉઠાવી જશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બનેલી રહેશે. લવ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ બનેલું રહેશે. પરંતુ યુવા વર્ગ પ્રેમ પ્રસંગો અને મીડિયામાં પોતાનો સમય વ્યર્થ ન બગાડે. સ્વાસ્થ્ય- પોતાના આહાર અને દિનચર્યાને ખૂબ જ વ્યવસ્થિત રાખો. સાથે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેની નિયમિત તપાસ કરાવો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- દિવસની શરૂઆત સુખદ રહેશે. ખુદને અપડેટ રાખો, ઘણી બધી ખાસ માહિતીઓ પણ મળશે. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયત્નશીલ યુવાનોને મહેનત અનુસાર પરિણામ મળશે. આ સમયે પોતાના કરિયર અને અભ્યાસ પર ખૂબ જ ધ્યાન આપવું તેમને સફળ બનાવશે. નેગેટિવ- પરંતુ તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. નાની અમથી વાત પર જ કોઈની સાથે બોલાબોલી કે વાદ-વિવાદ થઈ શકે છે, તેથી પોતાના સ્વભાવને સંયમિત રાખવો આવશ્યક છે. બાળકોની પરેશાનીઓના નિવારણ માટે થોડો સમય તેમની સાથે પણ વિતાવવો જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં આકરી મહેનત રંગ લાવશે અને શ્રેષ્ઠ પરિણામો મળવાના છે. સહયોગીઓની મદદથી પણ વ્યવસ્થા યોગ્ય બનેલી રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં કંઈક ગેરસમજો આવી શકે છે, તેથી કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. નોકરીમાં તમે તમારી જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવશો. લવ- વૈવાહિક સંબંધો સુખદ રહેશે, પરંતુ પારિવારિક બાબતોમાં વધુ દખલગીરી ન કરો. સ્વાસ્થ્ય- નસોમાં ખેંચાણના કારણે દુખાવા જેવી સ્થિતિ રહેશે. વ્યાયામ તથા યોગ્ય આરામ કરવો જરૂરી છે. લકી કલર- લીલો લકી નંબર- 7 પોઝિટિવ- કુંભ રાશિના લોકો માટે દિવસ સફળતા અપાવનારો રહેશે. ઘરમાં સંબંધીઓનું આગમન થશે અને પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન ઘણી સમસ્યાઓને પણ ઉકેલશે. વિદ્યાર્થીઓ તથા યુવાનોને પોતાના કરિયર સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. નેગેટિવ- અતિશય જવાબદારીઓ અને કાર્યભાર તમને થકવી દેશે, પરંતુ તણાવમાં આવીને કોઈ એવો નિર્ણય ન લો કે જેનાથી પછીથી પસ્તાવું પડે. કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો. ધ્યાન રાખવું કે તમારો કોઈ નજીકનો સંબંધી જ તમને દગો આપી શકે છે. વ્યવસાય- જો વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં કંઈક બદલાવ લાવવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા તેનાથી સંબંધિત પૂરી માહિતી અવશ્ય મેળવી લો. વીમો, શેર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં વ્યસ્તતા રહેશે, આવકના સ્ત્રોતો પણ વધશે. ઓફિસમાં તમારા સહયોગી સાથે કોઈ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને પરિવારમાં પણ સુખ-શાંતિ બનેલી રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય- મહેનત મુજબ પરિણામો ન મળવાથી તણાવ અને ડિપ્રેશન હાવી રહી શકે છે. ધ્યાન અને મેડિટેશન કરવું તમને માનસિક રીતે સકારાત્મક બનાવશે. લકી કલર- વાદળી લકી નંબર- 3 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાનો છે, તેથી પોઝિટિવ રહો અને પોતાના કાર્યો પર ધ્યાન આપો. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે લાભદાયક ઉત્તમ તકો પ્રાપ્ત થશે. જો કોઈ સરકારી મામલો અટકેલો હોય, તો તેમાં ગતિ આવવાની પૂરી આશા છે. નેગેટિવ- ધ્યાન રાખવું કે જાહેર જગ્યા પર કોઈ પણ પ્રકારની વાદ-વિવાદની સ્થિતિ ન બને. આના માટે તમારા ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો જરૂરી છે. આ સમયે કોઈ પણ પ્રકારની અવરજવર ટાળો. કોઈ નજીકની વ્યક્તિના વૈવાહિક સંબંધોમાં છૂટાછેડા જેવી સ્થિતિ ઊભી થવાથી તણાવ રહેશે. વ્યવસાય- કારોબારી વ્યવસ્થામાં સમય અનુસાર પરિવર્તન કરવાની જરૂર છે. મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી વ્યવસાય સંબંધિત નવી માહિતીઓ મેળવવી જરૂરી છે. આયાત-નિકાસના વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. કોઈ ઓફિશિયલ ટૂરનું આયોજન થઈ શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય શ્રેષ્ઠ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પ્રત્યે વિશ્વાસ બનેલો રહેશે. સ્વાસ્થ્ય- નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. પરંતુ દવાઓની સરખામણીએ વ્યાયામ પર વધુ ધ્યાન આપો. સામર્થ્ય કરતાં વધુ કાર્યભાર પણ પોતાના પર ન લો. લકી કલર- બદામી લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    18 જૂનનું ટેરો રાશિફળ:કર્ક રાશિના લોકોને કામમાંથી બ્રેક લઈને રિચાર્જ થવાની જરૂર છે, સિંહ રાશિના જાતકોની મોટી ઈચ્છા પૂરી થશે
    Next Article
    અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ:સિનિયર દ્વારા જુનિયર ડોકટરનું રેગિંગ કરાયું, ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થી 6 મહિના થી 1 વર્ષ માટે સસ્પેન્ડ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment